નસવાડી કોંગ્રેસના ધરણા આજે પણ જૈસે થે પરિસ્થિતિમા યથાવત…

નસવાડી,(છોટા ઉદેપુર) જાવેદ એન કુરેશી :-

ધરણાની પૂર્ણ વિરામની આશા મોકૂફ

નસવાડી તાલુકા પંચાયત ના આંગણામાં છેલ્લા ૧૧ દિવસ થી ૧૫ માં નાણાંપંચ ની જે આશરે ૪ કરોડ રૂપિયાની ગ્રાન્ટ ને લઈ જે ધરણા પર બઠેલાં છે તેમને યોગ્ય ન્યાય ન મળતા આજે પણ ધરણા ની પરિસ્થિતિ યથાવત છે.
નસવાડી તાલુકાના તણખલા ગામના કોંગ્રેસ ના વરિષ્ઠ નેતા જે જિલ્લા પંચાયત ના માજી સભ્ય અને હાલ એ પી એમ સી ના ડિરેક્ટર શ્રી નયનભાઈ જોશી કલમ ની સરકાર સાથે વાત કરતા તેમને જણાવ્યું કે નસવાડી તાલુકા પંચાયત ના જે સભ્યો છે તે ૨૨ તાલુકા સદસ્ય છે અને એમાં ૧૩ ભાજપ ના અને ૯ કોંગ્રેસ ના છે જેમાં ભાજપ પક્ષ ભેદભાવ રાખે છે અને ઉપરથી મોટા મોટા નેતાઓ પ્રેસર આપેછે કે વિકાસના જે કામો છે તે ભાજપ ને વધુ મળે અને કોંગ્રેસ ના સભ્યોને ના મળે કરણ કે હાલ ભાજપ ની બહુમતી હોવાને કારણે આ પરિસ્થિતિ નો ભોગ અમે કોંગ્રેસ વાળા બનીએ છે ભાજપ ની બહુમતી હોવાના કારણે કોંગ્રેસ ને કામ આપવું નહીં એવી એમની ગુંચ છે અને ભાજપ ને ધ્યાને લઈ કહેવામાં આવ્યું કે ચૂંટણી જીત્યા પછી પાર્ટી ભાવ રાખશો નહીં તમે જીત્યા પછી પ્રજાના થઈ જાવ છો જે પ્રજા નો પ્રતિનિધિ કહેવાય તમારે પ્રજાની સમસ્યાનું સમાધાન કરવાનું હોય છે એમના ગામોમાં વિકાસ કરવાનો હોય છે તમે પાર્ટી વાળી કરો છો એ અમને પસંદ નથી તમે પ્રજા ના થાવ એવું સૂચન ભાજપ ને કર્યું હતું
વધુમાં જણાવ્યું કે પરિવર્તન નિયમ છે આ દુનિયામાં અને પરિવર્તન થશે તે દિવસે અમે આવું નહિ કરિયે અમારો ઈતિહાસ છે એમાં ફેરફાર નહીં થવા દઈએ એટલે વિનંતી છે અમારા જે સભ્યો છે એમને વિકાસના કામો આપો એમાં કોઈ ભેદભાવ રાખશો નહીં ભાજપ ને સૂચના આપવામાં આવી કે ચૂંટાયા પછી બધી પ્રજા આપણી જ છે એવું માનો પ્રજા આપડી છે અને પ્રજાના આપડે છે એટલે વિકાસ લક્ષી કામો પ્રજા માટે કરવાના છે નહીં કે આપણા પોતા માટે ૧૫ માં નાણાંપંચ નો સાચો નિર્ણય નહીં આવે ત્યાં સુધી અમે ઉઠીયે નહીં ધરણા આગળ જતા ઉગ્ર સ્વરૂપ ધારણ કરે એમ માનીએ તો એમાં વાંધો નઈ અને ન્યાય નહીં મળે તો આગળ ઉગ્ર આંદોલન પણ થશે એમ નયનભાઈ જોશી દ્વારા કલમ ની સરકાર જોડે વાર્તાલાપ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here