નસવાડીથી દેવલિયા મુખ્ય માર્ગ પર મહાકાય વૃક્ષ પડતા ટ્રાફિક જામ…

નસવાડી,(છોટા ઉદેપુર) જાવેદ એન કુરેશી :-

તંત્રની બેદરકારી ના કારણે લોકો 3 કલાક સુધી અટવાયા

નસવાડી દેવલિયા જે મુખ્ય માર્ગ છે અને નેશનલ હાઇવે છે ત્યાંજ મહાકાય વૃક્ષ પડતા કલાકો સુધી ટ્રાફિક જામ થયો હતો જેમાં મોટી ટ્રકો થી માંડીને નાની ફોર વહીલરો બાઇકો વગેરે આ ટ્રાફિક માં ફસાયા હતા અને બાઈક ને તો લોકોએ જીવ ના જોખમે બહાર કાઢી હતી અને તંત્રને જાણ કરીછે એમ ગામ ના લોકોએ જણાવ્યું હતું પરંતુ ત્રણ કલાક સુધી તંત્ર એ ધ્યાન આપ્યું નથી આવું ગામ લોકો ચર્ચા કરી રહ્યા હતા ગામ લોકોએ વન વિભાગ ને જાણ કરવા છતાં કોઈ તાત્કાલિક આવ્યું ન હોવાના કારણે અડધો પડઘો વૃક્ષ જાતે કાપી ટ્રાફિક ને ઓછો કરવામાં આવ્યો હતો જેનાથી બાઈક અને ફોરવહીલ ગાડીયો નીકળી જાય ટ્રાફિક જામ હતો ત્યાંજ ૧૦૮ એમ્બ્યુલન્સ આવી હતી અને ટ્રાફિક જામના કારણે ફસાઈ હતી એતો સારૂ છે કોઈ દર્દી ન હોવાના કારણે એમ્બ્યુલન્સ પલટાવી જતા રહ્યાં જો કોઈ દર્દીને લેવા જતી હોત તો ટ્રાફિકના કારણે દર્દીનું શુ થાત નેશનલ હાઇવે પર આવા બનાવ બને તો તંત્રએ ધ્યાન આપવુ જોઈએ અને વહેલી તકે પડેલા ઝાડ ને હટાવી ટ્રાફિક ખુલ્લો કરવો જોઈએ જેથી વાહન ચાલકોને હાલાકી વેઠવી ના પડે અને ટ્રાફિક જામ ના કારણે કોઈ અટવાય નહીં એમ લોક ચર્ચાઈ રહ્યું હતુ ત્યાંના ગામ લોકો તંત્રને દોષ આપતી જણાતી હતી લોકોના જણાવ્યા મુજબ આ રોડ પર વારંવાર ઝાડ પડ્યા છે અને ગામ લોકોએ જ હટાવ્યા છે નાના વૃક્ષ તો હટાવી લેવાય પણ આવા મોટા વૃક્ષ જો પડે તો ગામ વાળા શુ કરે તો ગામ લકો દ્વારા તંત્ર ને જાણ થાય કે વારંવાર આવા બનાવો ના બને અને તાત્કાલિક પડેલ ઝાડનું નિરાકરણ લાવે એવી ગામ લોકોની માંગ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here