નસવાડી તાલુકાના વઘાચ ગામ નજીક દારૂ લઈ જતી ઝાઈલો પોલીસે પકડી પાડી

નસવાડી,(છોટા ઉદેપુર) જાવેદ એન કુરેશી :-

૪,૨૨ લાખનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો

વઘાચ ગામ નજીક પોલીસને બાતમી ના આધારે ઝાઈલો કાર માં દારૂ લઈ જવાઈ રહ્યોછે તેના આધારે નસવાડી કવાંટ રોડ પર પોલીસ પેટ્રોલીગ કરતી હતી અને તે દરમિયાન ઝાઈલો ગાડીને રોકતા વાહન ચાલક ભાગવા જતા તેને પકડી લઈ પોલીસે તપાસ કરતા ઝાઈલો કારમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો જે કાર નંબર જી જે ૦૮ આર ૦૧૦૪ માં વિદેશી દારૂ ની કુલ બોટલ ૨૦૪ મળી આવી હતી જેની કિંમત ૯૦૦૬૦અને ઝાઈલો કારની કિંમત ૩,લાખ રૂપિયા અને રોકડા રૂ,૨૦૦૦મોબાઈલ ૩૦,૦૦૦આમ કુલ રૂપિયા ૪,૨૨,૦૬૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે દારૂ લઈ ઝડપાયેલા આરોપી એક કવાંટ અને બીજો વડોદરાનો છે હાલ તો પોલીસે પ્રોહીબીશન નો ગુનો દાખલ કર્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે નસવાડી પોલીસ નો સપાટો જોઈ બુટલેગરો માં ફફડાટ છવાયો છે અને મુદફમાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here