નસવાડી કોંગ્રેસના સક્રિય કાર્યકરોએ ભાજપનો ખેશ પહેરતા છોટાઉદેપુર જિલ્લાના રાજકારણમાં ગરમાવો…

નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

ભાજપ મા જોડાવવાનું કરણ અકબંધ

નસવાડી ના કોંગ્રેસ ના સક્રિય કાર્યકરો આજે ભાજપ માં જોડાયા બોડેલી ખાતે નૂતન વર્ષ સ્નેહ મિલન માં જઈ ભાજપના દિગજજો ના હાથે ખેશ ધારણ કર્યુ છે જેમાં નસવાડી ગ્રામ પંચાયત ના ભૂત પૂર્વ સરપંચ હસમુખ ભાઈ ગ્રામ પંચાયત ના ચાલુ સભ્ય સોલંકી ગજેન્દ્રસિંહ અમરસિંહ તથા રણજીતસિંહ ફતેસિંહ તથા દેવરાજસિંહ જશવંતસિંહ તથા હિતેન્દ્રસિંહ શૂરવીરસિંહ તથા સોમસિંહ દામણસિંહ વગેરે આજે બોડેલી ખાતે ભાજપના નૂતન વર્ષ સ્નેહ મિલન માં જઈ ભાજપ નો ખેશ પહેરી જોડાયા છે અને ભાજપ ના ધારાસભ્ય અભેસિંહ તડવી જિલ્લા મહા મંત્રી ડી એફ પરમાર તાલુકા પ્રમુખ રાજુભાઈ રાઠવા ભાજપના તાલુકા પ્રમુખ ગોપાલ સિંહ તથા ભાજપ ના સક્રિય કાર્યકરો તથા ભાજપના દિગજજો ના હસ્તે ખેશ પહેરી ભાજપ માં જોડાયા છે અને ભાજપ તરફી સક્રિય કામગીરી કરવાનો સંકલ્પ લઈ ભાજપ પાર્ટી માટે સારી કામગીરી કરવાની બાંહેધરી આપી ભાજપ પક્ષ માં જોઇનિંગ લીધું છે અને ભાજપ માં જોડાવવાનું કરણ આવનારી નસવાડી ગ્રામ પંચાયત ની ચૂંટણી કે પછી અન્ય કોઈ કારણ હોઈ શકે એ અક બંધ છે શા માટે ભાજપ માં જોડાયા એ કોંગ્રેસી નેતાઓ પણ સમજી શક્યા નથી અને ભાજપ માં જોડાયા પછી જોડાયેલા કાર્યકારોમાં ખુશીની લહેર જોવા મળી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here