છોટાઉદેપુર જિલ્લામાં મહિલા મતદારોની ભાગીદારી વધારવા માટે આયોજનબદ્ધ કાર્ય કરવાનું સુચવાતા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અનિલ ધામેલિયા

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અનિલ ધામેલિયાના અધ્યક્ષસ્થાને સંકલન સમિતિના અધિકારીઓની બેઠક યોજાઈ

હતો.

આ ઉપરાંત મહિલા મતદાન વધુ થાય તે માટે જનજાગૃતિ કાર્યક્રમ યોજવા, મતદાનના દિવસે સગર્ભા, દિવ્યાંગ મહિલાઓ તથા ૮૦ વર્ષ કરતા વધુ ઉંમરના વૃદ્ધ મહિલાઓને મતદાન મથક પર આવવા જવા અંગે જરૂરી વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત સગર્ભા અને ધાત્રી મહિલાઓને લાઈનમાં ઉભા ન રાખતા, તેમને પ્રાથમિકતા આપવા જણાવ્યું હતું.

જિલ્લામાં વધુમાં વધુ મહિલાઓ મતદાન કરે તે બાબતે ભાર મૂકીને શ્રી ધામેલિયાએ દૂરના ફળીયામાં રહેતા બહેનો તથા ડુંગરાળ વિસ્તારના અમુક જ્ઞાતિના બહેનો મતદાનના દિવસે મતદાન કરી શકે તે માટેની વ્યવસ્થા કરવા સંબંધિતોને સૂચવ્યું હતું. આ ઉપરાંત પ્રથમ વખત મતદાન કરનાર કિશોરીઓને પ્રેરિત કરીને મતદાન મથક સુધી લાવવા અંગે જરૂરી આયોજન કરવા જણાવ્યું હતું.

આ તકે જિલ્લા વિકાસ અધિકારીશ્રી સચિન કુમારે જિલ્લામાં મહિલા મતદાર વધુમાં વધુ મતદાન કરે તે માટે પરિણામલક્ષી કામગીરી કરવાનું જણાવીને સ્ટાફ નર્સ, આંગણવાડી બહેનો સહિતના કર્મચારીઓ દ્વારા મતદાન અંગે જાગૃતિ માટે રંગોળી/મહેંદી સ્પર્ધા જેવા વિવિધ કાર્યક્રમો યોજવા તેમજ ડોર ટુ ડોર વિઝીટ લઈને મહિલા મતદારોને મતદાન અંગે જાગૃત કરવા સંબંધિતોને સૂચવ્યું હતું.

આ બેઠકમાં નિવાસી અધિક કલેકટરશ્રી શૈલેષ ગોકલાણી, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી આનંદકુમાર પરમાર સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here