શહેરા નગર પાલિકાની ચૂંટણીની મતગણતરી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ

પાલિકામાં ફરી એક વખત ૨૪ માંથી ૨૦ બેઠક પર  ભાજપે જીત મેળવતા ભગવો લહેરાયો હતો

વિજય થયેલા ઉમેદવારોએ સમર્થકો સાથે પોતાના વોર્ડમાં વિજય સરઘસ કાઢયુ હતું

પંચમહાલ જિલ્લામાં શહેરા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના સમર્થન થકી અપક્ષ ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાઈ હતી.જેમાં નગરપાલિકા વિસ્તારમાં આવેલા ૧ થી ૬ વોર્ડ માં ૨૪ બેઠકમાંથી ૧ નંબર ના વોર્ડમાં બે ઉમેદવાર બિન હરીફ થયા હતા.ત્યારે રવિવારના રોજ બાકી રહેલી ૨૨ બેઠકોની ચુંટણી યોજાઈ હતી,જેની મતણતરી મંગળવારના રોજ શહેરા નગરમાં આવેલ એસ.જે.દવે હાઇસ્કુલ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શરૂ થઈ હતી. જેમાં ૧૮ બેઠકો પર ભાજપે જીત મેળવી હતી તો ૪ બેઠકો પર અપક્ષોએ હાંસલ કરી હતી.મત ગણતરી સ્થળ ખાતે ઉમેદવારો સાથે તેમના સમર્થકો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. જેમ જેમ પરીણામ બહાર આવતા ગયા તેમતેમ મત ગણતરી સ્થળ ખાતે ”કહી ખુશી કહી ગમનો” માહોલ જોવા મળ્યો હતો. તો વિજેતા ઉમેદવારોને તેઓના સમર્થકો દ્વારા ફૂલહાર પહેરાવી તેઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું અને વિજેતા ઉમેદવારોએ તેમના સમર્થકો સાથે પોતાના વોર્ડમાં વિજય સરઘસ કાઢયું હતતું. આમ શહેરા નગરપાલિકાની ૨૨ બેઠકોની મતગણતરી ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં મત ગણતરી પૂર્ણ થઈ હતી.

શહેરા નગરપાલિકાનું ચુંટણી પરિણામ

વોર્ડ નંબર ૧……  

(૧) રૂપસિંહ અમરસિંહ બારીઆ-૧૧૬૧ મત -ભાજપ 

(૨) હિમતસિંહ જેસીંગભાઈ પગી-૧૧૩૦ મત -ભાજપ 

(૩) નયનાબેન હિતેશભાઈ પરમાર – બિનહરીફ -ભાજપ

(૪) ઉર્મિલાબેન નરેન્દ્રભાઈ નાયકા – બિનહરીફ -ભાજપ

વોર્ડ નંબર ૨…….

(૧) રચનાબેન જીગ્નેશભાઈ શાહ -૧૨૨૩ મત -ભાજપ 

(૨) ઉષાબેન મહેન્દ્રકુમાર પગી-૧૧૪૭ મત -ભાજપ 

(૩) વિવેક ગિરીશકુમાર પંચાલ-૧૨૦૩ મત -ભાજપ

(૪) મહેન્દ્રસિંહ ચંદ્રસિંહ સોલંકી-૧૧૩૯ મત -ભાજપ

વોર્ડ નંબર ૩……

(૧) કુરેશાબાનું સલીમખાં અનસારી-૧૦૦૭ મત -ભાજપ 

(૨) ઝુબેદાબેન યુનુસ પોચા-૧૪૧૪ મત -ભાજપ

(૩) જુનેદ ઇલ્યાસ લડબડ-૧૬૫૦ મત -ભાજપ

(૪) મોહંમદભાઈ ઈકરામ પોચા-૧૧૫૮ મત -અપક્ષ

વોર્ડ નંબર ૪…..

(૧) રમીલાબેન કમલસિંહ પટેલ-૧૪૬૫ મત -ભાજપ જીત

(૨) મધુબેન નટવરસિંહ પરમાર-૧૪૦૬ મત -ભાજપ

(૩) હનિશકુમાર ભરતકુમાર મૂલચંદાણી-૧૪૨૮ મત -ભાજપ જીત

(૪) વિમલકુમાર પરમાનંદ ખુશલાણી-૧૩૬૦ મત -ભાજપ 

વોર્ડ નંબર ૫……

(૧) આમનાબીબી મહંમદ શેખ-૧૨૨૩ મત -અપક્ષ

(૨) તસ્લીમબીબી રસીદખાં અન્સારી-૧૧૮૮ મત -અપક્ષ 

(૩) અજીતભાઈ અજીમભાઈ શેખ-૧૪૨૪ મત -અપક્ષ

(૪) આમીનખાન અજીમખાન પઠાણ-૧૧૩૩ મત -ભાજપ

વોર્ડ નંબર ૬….

(૧) ચંપાબેન બીજલભાઈ પગી-૧૪૩૮ મત – ભાજપ  

(૨) અમરતબેન જશવંતભાઈ પગી-૧૪૨૪ મત – ભાજપ

(૩) નરેન્દ્રકુમાર લલ્લુભાઇ પરમાર-૧૪૧૯ મત – ભાજપ

(૪) સુરેશકુમાર કાળુભાઈ બારીઆ-૧૪૧૯ મત- ભાજપ

શહેરા નગરપાલિકાની ૨૪ બેઠકો પૈકીની બે બેઠકો બિનહરીફ થઇ હતી જ્યારે ચૂંટણી પરિણામના દિવસે પણ ભારે બહુમતી સાથે ભાજપે ૧૮ બેઠકો પર જીત મેળવી હતી આમ કુલ ૨૪ પૈકી ભાજપે ૨૦ બેઠકો પર ભાજપની ભવ્ય જીત થઈ જયારે અપક્ષે પણ ૪ બેઠકો હાંસલ કરી હતી. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here