લોકસભાના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ રાજપુત સમાજની બહેન દીકરીઓ વિશે ખોટી ટિપ્પણી કરવાને લઈ નસવાડી તાલુકા રાજપુત સમાજ દ્વારા આવેદનપત્ર અપાયુ

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

નસવાડી તાલુકાના રાજપૂત સમાજ દ્વારા જય ભવાની ના નારા સાથે રૂપાલા ની ટિકિટ રદ કરવા માટે ઉગ્ર સુત્રચારો કરી ને મામલતદાર ને આવેદન પત્ર આપ્યું અને રૂપાલાની ટિકિટ રદ નહિ કરે તો ભાજપ વિરુદ્ધ પ્રચાર કરવાની અને ગામે ગામ બોર્ડ મારવાની ચીમકી ઉચ્ચારી હતી

નસવાડી તાલુકાના 210 ગામો માં રહેતા રાજપૂત સમાજ ના આગેવાનો ભાજપ સામે જાણે મોરચો માંડ્યો હોય તે રીતના નસવાડી ની રેવા જીન ખાતે ભેગા થયા હતા અને ક્ષત્રિય સમાજ ના લોકો નસવાડી તાલુકા સેવાસદન ખાતે મોટી સંખ્યા માં ભેગા થઈને સૂત્રો ચારો કરી અને ભાજપ સામે આક્રોશ ઠાલવતાં ક્ષત્રિય સમાજ ની માંગ છે કે પરસોત્તમ રૂપાલા એ ક્ષત્રિય સમાજ ને લલકાર્યો છે અને અભદ્ર ટિપ્પણી કરી છે તે ટિપ્પણી માફી ને લાયક નથી પરસોત્તમ રૂપાલા ની ટિકિટ ભાજપ પરત નહિ લે તો આગામી દિવસો માં છોટાઉદેપુર જિલ્લાના છ તાલુકામાં ભાજપ સામે મોરચો માંડ્યો અને ક્ષત્રિય સમાજ ની તાકાત બતાવી દઇશું ક્ષત્રિય સમાજ ના લોકો ઉગ્ર સૂત્રોચ્ચાર કરી તાલુકા નું સેવાસદન ગજવી મૂક્યું હતું જયારે રાજપુત સમાજ ના લોકો નો આક્રોશ ભાજપ સામે પણ હતો કારણ કે કેટલાક દિવસો થી રાજપૂત સમાજ રૂપાલા ની ટિકિટ રદ કરવા માટે માંગ રહ્યું છે પરંતુ ભાજપ ના મોવડી મંડળ નિર્ણય ના લેતા સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં ગામે ગામ રાજપૂત સમાજ ના આગેવાનો ભેગા થઈને ભાજપ ના ચૂંટણી પ્રચાર માં આવતા નેતાઓને ગામ માં નહિ આવવા દેવાની ચીમકી ઉચ્ચારી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here