ડભોઇ તીર્થક્ષેત્ર ચાંદોદ પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ વરસતા ધરતીપુત્રો સહ ચૈત્ર માસને અનુલક્ષી વિધિ વિધાન અર્થે બનાવેલા ધાર્મિક મંડપમાં ચલ પહલ મચી જવા પામી

ડભોઇ, (વડોદરા) સરફરાઝ પઠાણ :-

હાલમાં ચૈત્ર માસ ચાલી રહ્યો છે અસહ્ય ગરમીના માસ તરીકેના ચૈત્ર માસમાં હવામાન ખાતાની આગાહીના પગલે ચાંદોદ સહિત પંથકમાં વહેલી સવારથી જ વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું ત્યારે બપોર બાદ ચાંદોદ પંથકમાં ધૂળની ડમરીઓ અને વાદળના ગડગડાટ સાથે કમોસમી વરસાદ થતાં ધરતીપુત્રો માં ખાસ કરીને મકાઈ તથા ઘઉંના તૈયાર પાકોમાં નુકસાની ની ચિંતા વ્યાપી છે તો પિતૃ માસ તરીકે ના ચૈત્ર માસના અંતિમ દિવસો ચાલી રહ્યા છે ત્યારે પિતૃ તર્પણ સહિતના વિધિવિધાન અર્થે શ્રદ્ધાળુઓનો ઘસારો રહેતો હોય નદી કિનારે તેમજ ત્રિવેણી સંગમ સ્થળે બનાવેલા ધાર્મિક મંડપો માં કમોસમી વરસાદ ના પરિણામે અવ્યવસ્થા સર્જાઇ હતી ચાંદોદ પંથકમાં કમોસમી વરસાદ ના પગલે ધરતીપુત્રો સહીત પંથકવાસીઓ ચિંતાતુર જોવા બન્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here