રાજપીપળા ખાતે વિભાગ દ્વારા ઉત્તરાયણ પર્વ નિમિત્તે પક્ષીઓ ને બચાવવા લોક જાગૃતિ અર્થે રેલી

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

“કરુણા ના અભિયાન ” અંતર્ગત રાજપીપળા વન વિભાગે ચાઇનીસ દોરી નો ઉપયોગ ના કરવા લોકો ને સમજ આપી

14 મી જાન્યુઆરી એટલે ઉમંગ ઉત્સાહ સાથે પતંગ રસિયાઓ માટે નો પતંગ ચગાવવા નો એક અનેરો પર્વ પરંતું જન માનસ નો આ ઉત્સાહ પશુ પક્ષી ઓ માટે તેમજ અન્ય લોકો માટે પ્રાણ ઘાતક ના નીવડે એ માટે ના “કરુણા અભિયાન” અંર્તગત લોકો ને જાગૃતિ કેળવવા માટે રાજપીપળા વન વિભાગે રેલી કાઢી ચાઇનીસ દોરી થી પતંગો ના ચગાવવા અને પશુ પક્ષી ઓ માટે જીવદયા દાખવવા નો સંદેશ આપ્યો હતો.

ઉતરાયણ પર્વ ની ઉજવણી જેને લઇને રાજપીપળા એસટી ડેપો પાસે આવેલ વન વિભાગની કચેરી થી કરુણા અભિયાન અંર્તગત નીકળેલ રેલી રાજપીપળા શહેર નાં મુખ્ય માર્ગો ઉપર બેનરો પોષ્ટરો સાથે નીકળી હતી. રેલી ના માધ્યમ થકી વન વિભાગ દ્વારા ચાઈનીઝ દોરો નો ઉપયોગ કરવો નહીં અને ચાઈનીઝ દોરી વેચાણ કરવો નહીં તેમ દોરી વેચતા વેપારીઓ સહિત પતંગ ચગાવવા રસિયાઓ ને સંદેશ આપ્યો હતો. વન વિભાગના કર્મચારીઓએ પતંગની દોરી વેચતા દુકાનો માં ચાઈનીઝ દોરી બાબતે ચેકિંગ પણ હાથ ધર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here