મુંબઇમાં દેશના સહુથી લાંબા પુલનું વડાપ્રધાન મોદીએ લોકાર્પણ કર્યુ

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

મુંબઇ થી નવી મુંબઇ ને જોડતા બ્રિજ નું 17860 કરોડ રૂપિયા ના ખર્ચે નિર્માણ

માત્ર 20 મિનિટ માજ મુંબઇ થી નવી મુંબઇ માં પહોંચાડશે આ નવો બ્રિજ

100 કિ. મી. ની ઝડપે આ પુલ ઉપર કારો દોડશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજરોજ દેશના સૌથી લાંબા પુલ નો મુંબઈ ખાતે ઉદઘાટન કર્યું હતું. આ પુલ મુંબઈથી નવી મુંબઈને જોડતા દરિયાઈ માર્ગ ઉપર બનાવવામાં આવતા મુસાફરી કરતા લોકોના માટે માત્ર 20 મિનિટમાં જ મુંબઈ થી નવી મુંબઈ સુધી પહોંચાડશે.

વડાપ્રધાન મોદીએ ડિસેમ્બર 2016માં આ પુલનું શિલાન્યાસ કર્યું હતું. અટલ સેતુનાં નિર્માણમાં 17840 કરોડ રૂપિયાથી વધારેનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ પુલ આશરે 21.8 કિમી લાંબો છે અને 6 લેનવાળો છે.

દેશનો સૌથી લાંબો સી બ્રિજ મુંબઈ થી નવી મુંબઇ ને જોડશે. મુંબઈથી નવી મુંબઈને જોડતા બ્રિજનું નામ અટલ સેતુ રખાયું છે.આ બ્રિજને મુંબઈ ટ્રાંસ હાર્બર લિંકના નામથી પણ ઓળખવામાં આવે છે.. આ બ્રિજ 22 કિલોમીટર લાંબો છે.. જેનાથી હવે મુંબઈથી નવી મુંબઈ પહોંચવા માટે માત્ર 20 મીનીટ જેટલો જ સમય લાગશે.. મુંબઈ પોલીસ અનુસાર અટલ સેતુ પર કારની મહત્તમ ઝડપ 100 કિલોમીટર પ્રતિ કલાક રાખવામાં આવી છે… સાથે જ બ્રિજ પર ચઢવા અને ઉતરવા સમયે 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ રાખવા માટે જણાવાયું છે.. એટલું જ નહીં આ બ્રિજ પર બાઈક, રીક્ષા અને ભારે વાહનો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે..

ટ્રાવેલિંગ સમય બચશે
આ સેતુ મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ અને નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટને કનેક્ટિવિટી પ્રદાન કરશે. જેથી મુંબઈથી પૂણે, ગોવા અને દક્ષિણ ભારતની મુસાફરીમાં લાગતો સમય પણ ઘટશે. આ સેતુ મુંબઈ પોર્ટ અને જવાહરલાલ નેહરુ પોર્ટ વચ્ચે કનેક્ટિવિટી પણ સુધારશે.

અટલ સેતુથી 15 મિનિટમાં 2 કલાકનું અંતર કપાઈ જશે
MTHL એટલે કે મુંબઈ ટ્રાન્સહાર્બર લિંકને ‘અટલ બિહારી વાજપેયી સેવારી- ન્હાવા શેવા અટલ સેતુ’ નામ આપવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે, આ પુલનો શિલાન્યાસ પણ વડાપ્રધાન મોદીએ ડિસેમ્બર 2016માં કર્યો હતો અને તેમના વચન મુજબ આજે PM તેનું ઉદ્ઘાટન પણ કર્યું. PM મોદી શહેરી ટ્રાફિકને સરળ બનાવવા, ટ્રાન્સપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટીને મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે નાગરિકોની ‘સરળતાની ગતિશીલતા સુધારવા પર ભાર આપી રહ્યા છે.

બોક્સ મેટર
********
અટલ સેતુ બ્રીજ ની વિશેષતા ?

અટલ સેતુમુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ અને નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટને જોડવા જઈ રહ્યું છે
આ છ લેન બ્રિજ પર દરરોજ 70 હજારથી વધુ વાહનો અવરજવર કરી શકે છે
બ્રિજ પર 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રેનો દોડશે, જેના કારણે કલાકોની મુસાફરી મિનિટોમાં પૂર્ણ થશે
મોટરસાયકલ, મોપેડ, થ્રી-વ્હીલર, ઓટો અને ટ્રેક્ટરને આ પુલ પર પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં
આશરે 22 કિલોમીટર લાંબા પુલ દ્વારા દક્ષિણ મુંબઈથી નવી મુંબઈનું અંતર કાપવામાં માત્ર 15-20 મિનિટનો સમય લાગશે તેનાથી દોઢથી બે કલાકથી વધુ સમયની બચત થશે.
એક અંદાજ મુજબ દરેક વાહન લગભગ 300 રૂપિયાના ઈંધણની બચત કરશે
આ પુલ બનાવતી વખતે પર્યાવરણનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે
સિક્સ લેન ઉપરાંત બંને તરફ એક એક્ઝિટ લાઇનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે
તેમજ આ બ્રિજ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સવાળા 190 CCTV કેમેરાથી સજ્જ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here