લોકસભા 2024 ની ચૂંટણીઓના પ્રથમ ચરણમાં ભારે મતદાન

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

ભારે મતદાન સરકાર વિરુદ્ધ ની એન્ટી ઇન્કેમ્બનનસિ કે મતદારોમાં સરકાર પ્રત્યેની લાગણી??

લોકસભા ચૂંટણી 2024ના પહેલા તબક્કાનુ મતદાન આજે(19 એપ્રિલ)ના રોજ થયુ હતુ. મતદાન સવારે 7 વાગે શરુ થઈને સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. એ દરમ્યાન બપોરે ત્રણ વાગ્યા સુધી ના મળતા આંકડા અનુસાર દેશ ના વિવિઘ પ્રદેશોમાં ભારે મતદાન થઈ રહ્યુ છે. પહેલા તબક્કામાં 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 સીટો પર મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે.
લોકસભા ચૂંટણી 2024ના પહેલા તબક્કાનુ મતદાન આજે(19 એપ્રિલ)ના રોજ શરુ થઈ રહ્યુ છે. મતદાન સવારે 7 વાગે શરુ થઈને સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. પહેલા તબક્કામાં 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 સીટો પર મતદાન થશે.

વહેલી સવારે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી મતદારોમાં થોડો ઓછો ઉતસાહ જોવા મળ્યો હતો, ત્યારબાદ સમય જતા મતદાનની ટકાવારીમાં નોંધપાત્ર વધારો નોંધાવી રહ્યો છે. ક્રમશઃ પ્રતિ કલાકે મતદાન ની ટકાવારીમાં વધારો નોંધાયો હતો.

બપોર ના ત્રણ વાગ્યા સુધી ગત લોકસભા ચૂંટણી 2019 ની સરખામણી માં ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, બિહાર જેવા અન્ય રાજ્યો મા વધુ પ્રમાણ માં મતદારો માં મતદાન માટે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.

સાંજે પાંચ વાગ્યા સુધી બિહાર માં 46.32
પશ્ચિમ બંગાળ માં 77.5 ટકા જેટલું ઊંચું મતદાન થયું હતું.
મધ્ય પ્રદેશ મા 63.25 ટકા
જમ્મુ કાશ્મીર માં 65.08 ટકા
ઉત્તર પ્રદેશ મા 57.34 ટકા
આસામ માં 70,77 ટકા
ઉત્તરાખંડ માં 53 ટકા
મહારાષ્ટ્ર મા 54.85 ટકા
છત્તીસગઢ માં 63.41 ટકા
રાજસ્થાન મા 50.27 ટકા
મણીપુર મા 68.43 ટકા
તમિલનાડુ માં 62.08
સિક્કિમ માં 68.06
ત્રિપુરા માં 76.10 ટકા
અરુણાચલ પ્રદેશ માં 63.01 ટકાજેટલું ઊંચું મતદાન નોંધાયું છે.

102 બેઠકોની વાત કરીએ તો સાંજના પાંચ વાગ્યા સુધી સરેરાશ 63.25 ટકા જેટલો મતદાન નોંધાયેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here