ગુજરાતની તમામ શાળાઓમાં ઉનાળુ વેકેશન જારી કરાયા બાદ પરિપત્ર રદ !!!!!

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

6 થી મે થી વેકેશન જાહેર કરાયુ ચૂંટણીઓ 7 મી મે નારોજ શિક્ષકો ક્યાંથી આવે નું યાદ આવ્યુ??!

ગુજરાત પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી ની કચેરી દ્વારા ગત 16 તારીખે બુધવારે તમામ DEO અને DPOને પરિપત્ર કરીને તમામ સ્કૂલો અને સરકારી-ગ્રાન્ટેડ અધ્યાપન મંદિરો, બાલ અધ્યાપન મંદિરો તથા પીટીસી કોલેજો માટે 6 મેથી 9 જુન સુધીનું 35 દિવસનું વેકેશન જાહેર કરવા માટે સૂચના આપી હતી. જો કે એક જ દિવસ બાદ એટલે કે 17 તારીખે નવો પરિપત્ર કરીને વેકેશન હાલ સ્થગિત કરવામા આવ્યુ છે.

મળતી માહિતી મુજબ 7 મેના રોજ ગુજરાતમાં મતદાન હોવાથી એક દિવસ વહેલાથી જો વેકેશન શરૂ થઈ જાય તો ચૂંટણી કામગીરીમાં શિક્ષકોની ઉપલબ્ધતામાં મુશ્કેલી ઉભી થાય અને રજાના પ્રશ્નો ઉભા થાય જેથી સરકારની સૂચના બાદ એકાએક વેકેશન સ્થગિત કરી દેવામા આવ્યુ છે. જો કે, સ્કૂલોમાં બાળકો માટે તો વાર્ષિક પરીક્ષાઓ પૂરી થયા બાદ વેકેશન પડી જ જતું હોય છે, પરંતુ પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા 16 તારિખે વેકેશન જાહેર કરવા પરિપત્ર અને એક જ દિવસ બાદ પરિપત્ર સ્થગિત !! ગુજરાત બોર્ડ હેઠળની રાજ્યની તમામ સરકારી તેમજ ગ્રાન્ટેડ અને ખાનગી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં દર વર્ષે એક સાથે ઉનાળું વેકેશન શરૂ અને પૂર્ણ થવાની સાથે નવું શૈક્ષણિક સત્ર પણ એક સાથે શરૂ થતું હોય છે ત્યારે આ વર્ષે જાહેર કરાયેલુ ઉનાળું વેકેશન 6 મેથી શરૂ થનાર હતું અને જે 9મી જુન સુધીનું એચલે કે 35 દિવસનું હતું. અને શાળાઓ 10 મી જુને શરૂ થવાની હતી.

2024-25નું શૈક્ષણિક વર્ષ-નવું સત્ર 10મી જૂનથી સ્કૂલોમાં શરૂ થનાર હતુ.પરંતુ પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા જે પરિપત્ર કરીને જાહેર કરાયેલું આ વેકેશન સ્થગિત કરી દેવામાં આવ્યું છે 16 એપ્રિલે પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા રાજ્યના તમામ DEO,DPO અને કોર્પોરેશન સ્કૂલોના શાસનાધિકારીઓને પરિપત્ર કરીને સૂચના આપવામા આવી હતી કે, DEO- DPOના સંકલનામાં રહીને વેકેશનની તારીખો જાહેર કરવાની રહેશે. જેથી પ્રાથમિક અને માધ્યમિક બંને શાળાઓના બાળકોની વેકેશનની તારીખ એક જ સરખી રહી શકે. સ્કૂલો ઉપરાંત રાજ્યના સરકારી અને ગ્રાન્ટેડ અધ્યાપન મંદિરો તથા બાલ અધ્યાપન મિંદિરો અને સ્વનિર્ભર PTC કોલેજોમાં પણ 6 મેંથી વેકેશન શરૂ થનાર હતુ જે હવે નહીં થાય.

હાલ તો પ્રાથમિક શિક્ષણ નિયામકે તમામ DEO-DPOને નવો પરિપત્ર કરીને જણાવ્યુ છે કે, બીજી સૂચના નહીં મળે ત્યાં સુધી વેકેશન બાબતનો અગાઉનો પરિપત્ર સ્થગિત કરવામાં આવે છે. હવે થોડા દિવસમાં ઉચ્ચસ્તરીય બેઠક મળશે અને જેમાં વેકેશનની નવી તારીખો નક્કી કરવામા આવી શકે છે.

મહત્વનું છે કે, ગુજરાતમાં 7મી મેના રોજનું મતદાન છે અને રાજ્યની સ્કૂલોના શિક્ષકોને-આચાર્યોને ચૂંટણીની કામગીરી સોંપાઈ હોય છે ત્યારે જો 6 મેથી વેકેશન આપી દેવામાં આવે તો મુશ્કેલી ઉભી થઈ શકે અને રીપોલિંગનો પણ જો પ્રશ્ન આવે તો પણ શિક્ષકોની જરૂર પડે તેથી હાલ 6ઠ્ઠી મેથી શરૂ થતા વેકેશનને સ્થગિત કરી દેવામાં આવ્યું છે અને હવે નવી તારીખ જાહેર કરાશે. જો કે વેકેશન જાહેર કરવામાં આ મોટો છબરડો સામે આવ્યો છે. કારણકે આ સ્થિતિની જાણકારી વગર જ કઈ રીતે વેકેશન જાહેર કરી દેવાયું અને પછી એક જ દિવસમાં સ્થગિત કરવું પડયું હતું એ યક્ષ પ્રશ્ન બન્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here