મહારાષ્ટ્રની નાગપુર લોકસભા બેઠક ઉપર દુનિયાની સૌથી નાની મહિલાએ મતદાન કર્યું

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

માત્ર 2 ફુટ 3-4 ઈંચ 62.8 સે. મી. ઉંચાઇ ધરાવતી મહિલા એ મતદાન કરી સહુને મતદાન માટે પ્રેરિત કર્યા

લોકસભા ની 102 સીટો ની ચૂંટણી માટે આજરોજ મતદાન થયું હતું આ મતદાનમાં દુનિયાની સૌથી નાની મહિલા જ્યોતિએ પણ પોતાનો મત આપી કીર્તિમાન સર્જી અન્ય ને પણ મતદાન કરવા માટે ની પ્રેરણા આપી છે.

પહેલા ચરણમાં મહારાષ્ટ્રની પાંચ સીટો પર મતદાન થયું છે. આ દરમિયાન વિશ્વની સૌથી નાની વયની મહિલાએ નાગપુર બેઠક પરથી પોતાનો મત આપ્યો હતો.

ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ અનુસાર, જ્યોતિ આમગેને વિશ્વની સૌથી નાની જીવતી મહિલા તરીકે ઓળખવામાં આવે છે.

નાગપુરમાં મતદાન કર્યા પછી તેમણે કહ્યું કે, મેં આજે મારા સમગ્ર પરિવાર સાથે મતદાન કર્યું છે. હું દરેક મતદારને પોતાનો મત આપવા અપીલ કરવા માંગુ છું નું જણાવી તેણે મતદાન આપણી ફરજ છે નું પણ કહ્યુ હતુ.

કોણ છે જ્યોતિ આમગે?

જ્યોતિ આમગેનો જન્મ 16 ડિસેમ્બર 1993 ના રોજ મહારાષ્ટ્રના નાગપુરમાં થયો છે. તે એક ભારતીય અભિનેત્રી છે જે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ અનુસાર વિશ્વની સૌથી ટૂંકી જીવતી મહિલા તરીકે જાણીતી છે. પ્રિમોર્ડિયલ ડ્વાર્ફિઝમ નામના આનુવંશિક વિકારને કારણે તેણી 62.8 સેન્ટિમીટર એટલે કે માત્ર 2 ફૂટ 3-4 ઇંચ ઉંચી છે.

2011 માં 18માં જન્મદિવસ પછી જ્યોતિને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા સત્તાવાર રીતે વિશ્વની સૌથી ટૂંકી જીવતી મહિલા જાહેર કરવામાં આવી હતી. તેણે ઘણી ડોક્યુમેન્ટ્રીમાં અભિનય કર્યો છે. તેણી 2009 ની ડોક્યુમેન્ટ્રી બોડી શોક ટુ ફુટ ટોલ ટીન માં જોવા મળી હતી.
જ્યોતિ અમેરિકન હોરર સ્ટોરીમાં પણ જોવા મળી છે. 2014 માં વિશ્વ ની સહુ થી નાની મહિલા અમેરિકન હોરર સ્ટોરી ફ્રીક શો માં એક પાત્ર તરીકે જોડાઈ હતી અને કામ કર્યુ હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here