રાજપીપળા સ્પોર્ટ કોમ્પ્લેક્સ (રમતગમત સંકુલ) રમતગમતની પ્રવૃત્તિઓથી ધમધમતું થયું

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

રનીંગ ,વોકિંગ, હાઈ જંપ, લોંગ જંપ જેવી રમત ગમતની પ્રવૃત્તિઓ નો પ્રેક્ટિસ કરી આનંદ માણતા રમતવીરો

રાજપીપળા રમતગમત સંકુલ ની ખ્યાતિ છેક વડોદરા સુધી પહોંચી વડોદરાના ખેલાડીઓ પ્રેક્ટિસ કરવા અર્થે રાજપીપળા નિયમિતપણે આવતા થયા

રાજપીપળા ના ધાબા ગ્રાઉન્ડ ખાતે ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરિટી દ્વારા બનાવવામાં આવેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, રમતગમત સંકુલ ખાતે ઊભી કરવામાં આવેલ નવીન સુવિધાઓને લીધે રમતવીરો સહિત લોકોમાં ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યું છે.

રાજપીપળા નગર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારના રમતવીરો નિયમિતપણે રનીંગ ની પ્રેક્ટિસ તેમજ એથલેટિક્સ ની વિવિઘ રમતોની પણ પ્રેક્ટિસ કરવા માટે આવતા થયા છે, રાજપીપળામાં રમત ગમત સંકુલ ખાતે જે ટ્રેક બનાવવામાં આવ્યો છે એ સિન્થેટિક ટ્રેક વડોદરામાં પણ ન હોય વડોદરા થી પણ કેટલાક રમતવીરો નિયમિતપણે રાજપીપળા રનિંગ ની પ્રેક્ટિસ અર્થે આવતા થયા છે, વડોદરા થી આવતા રમતવીરોને આ બાબતે પૂછતા તેઓએ જણાવ્યું હતું કે આવા ટ્રેકની સગવડ વડોદરામાં પણ નથી અને આવનારા દિવસોમાં નેશનલ ગેમ્સ તેમજ ખેલ મહાકુંભ જેવી સ્પર્ધાઓ થવાની હોય અમો રાજપીપળા ખાતે રેગ્યુલર પ્રેક્ટિસ કરવા માટે આવીએ છીએ અને આ રમતગમત સંકુલ નો મનમોહન વાતાવરણ અને સુવિધાઓ ની વડોદરા ના રમતવીરોએ પણ પ્રશંસા કરી હતી.

વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જ્યાં ખેલ કુદ ની પરીક્ષા લેવામાં આવે છે એવા વિભાગો જેવા કે પોલીસ વિભાગ, વન વિભાગ, આર્મી, એસ.આર.પી. જેવા માં નોકરી મેળવવા ઈચ્છતા રાજપીપળા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારના યુવાનો અને રમતવીરો પણ રમતગમત સંકુલ ખાતે આવી નિયમિત પ્રેક્ટિસ કરી રહ્યા છે. આ સહિત નાના બાળકો પણ રમતગમત સંકુલ ખાતે વિવિધ રમતોની પ્રેક્ટિસ કરતા નજરે પડ્યા હતા.

આમ રાજપીપળા ખાતે ના રમતગમત સંકુલ માં સિન્થેટિક ટ્રેક બનાવવામાં આવતા તેમજ અન્ય વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવતા નગરના વયો વૃદ્ધો પણ નિયમિતપણે વોકિંગ અર્થે પણ આવી રહ્યા છે અને પોતાના સ્વસ્થની જાળવણી કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here