પીએમ જન-મન મહાઅભિયાન અંતર્ગત નર્મદા કલેકટરના અધ્યક્ષસ્થાને દેડિયાપાડા ખાતે સમીક્ષા બેઠક યોજાઇ

ડેડીયાપાડા, (નર્મદા) આશિક પઠાણ :-

દેડિયાપાડાની આદર્શ નિવાસી શાળાના મેદાન ખાતે તા.૧૫મી જાન્યુઆરીએ પીએમ જન-મન અભિયાન કાર્યક્રમ યોજાશે

ભારત સરકાર દ્વારા આદિમજૂથના વિકાસ માટે ” પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન (PM-JANMAN) જાહેર કર્યો છે. જેનો મુખ્ય ઉદેશ આદિમજૂથોને ઉત્થાન માટે જરૂરી એવી સરકાર ની તમામ યોજનાઓનો લાભ મળે તેવું સુનિશ્રિત કરવામાં આવે છે. જે અંતર્ગત દેશના ૧૦૦ જિલ્લાના આદિમજૂથો સાથે તા.૧૫/૦૧/૨૦૨૪ ના રોજ માન.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચુઅલ રીતે સંવાદ કરવાના છે.

આ કાર્યક્રમ અંતર્ગત નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકા મથકે આવેલી આદર્શ નિવાસી શાળા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેના આદિમ જૂથના લાભાર્થીઓ માટે આ વર્ચુઅલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્થળે વિવિધ વિભાગોના આદિમ જૂથના લાભાર્થીઓને યોજનાકીય લાભ મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવશે.

કાર્યક્રમના સુચારુ આયોજન માટે આજે શુક્રવારના રોજ કાર્યક્રમ સ્થળે નર્મદા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં પીએમ જન-મન અભિયાન કાર્યક્રમમાં લાભાર્થીઓને સ્થળ પર લાવવા લઇ-જવાની વ્યવસ્થા, સ્ટેજ પરથી લાભ મેળવનાર લાભાર્થીની અલાયદી વ્યવસ્થા, કાર્યક્રમ સ્થળે ઊભા કરવામાં આવનાર વિવિધ સ્ટોલની કામગીરી, કાર્યક્રમના સ્થળે ટ્રાફિક વ્યવસ્થા, કાર્યક્રમ સ્થળે એલઈડી સ્ક્રીન તેમજ વીજ પુરવઠો અવિરત ચાલુ રહે, બીએસએનએલની કનેક્ટિવિટી, તબીબી વ્યવસ્થાઓ, સાંસ્કૃતિક કાર્યક્રમ, કાર્યક્રમ સ્થળે સ્વચ્છતા જાળવણી સહિત આનુષાંગિક વ્યવસ્થાઓનું આયોજન અને તેના અમલીકરણ માટે સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન સાથે સૂચના અપાઈ હતી. આ કાર્યક્રમ અંગેની તૈયારીઓ સ્થળ પર શરૂ કરી દેવામાં આવી છે.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, નાયબ વન સંરક્ષક નિરજ કુમાર, પ્રાયોજના વહીવટદાર હનુલ ચૌધરી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે.જાદવ, પ્રાંત અધિકારી ડી.આર.સંગાડા સહીત વિવિધ વિભાગના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહયાં હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here