પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનનો નસવાડીમા ભવ્ય રોડ શો યોજાયો

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

રોડ શો દરમિયાન મુખ્ય માર્ગો બંધ રહ્યા એક કિલોમીટર સુધી ટ્રાફિક જામ ના દ્રશ્યો જોવા મળ્યા

ભાજપ અને કૉંગ્રેસ ને આડે હાથે લેતા પંજાબ ના મુખ્ય મંત્રી ભગવંત માન”

ડબલ એન્જિન ની સરકાર નહી હવે પ્રજાને નવા એન્જિન ની જરૂર છે:-ભગવંત માન

આજરોજ નસવાડી ખાતે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન નો ભવ્ય રોડ શો યોજાયો જેમા સંખેડા વિધાનસભા મા લાગતા દરેક ગામના વ્યક્તિઓ જોડાયા હતા ભગવંત માન ને આવતા સમય વધારે થતા પ્રજા હલી ન હતી અને આવવામા સમય કરતા વધુ સમય લેતા લોકો રાહ જોય ઉભા રહ્યા અને રોડ શો દરમિયાન રોડ વચ્ચે થોડો સમય ભાસણ કરતા કૉંગ્રેસ અને ભાજપ ને આડે હાથે લેતા જણાવ્યું કે હવે ડબલ એન્જિન નહી પરંતું પ્રજાને નવા એન્જિન ની જરૂર છે અને આ ચૂંટણી મા નેતા નહી પણ પ્રજા જીતશે હવે નેતાઓ ઘેર રહેશે અને પ્રજા રાજ કરશે આમ ભગવંત માને જણાવ્યું હતુ અને યુવાનોની જરૂર છે પ્રજાને હાકલ કરતા જણાવ્યું કે હવે નાતો કૉંગ્રેસ નાતો ભાજપ હવે ઝાડુ ના બટન પર આંગળી દબાવી પરિવર્તન લાવવાની જાહેરાત ભગવંત માને કરી હતી અને ડબલ એન્જિન નહી હવે નવા એન્જિન ની જરૂર છે અને નવું મોડલ દિલ્લી મા બેઠુ છે અને એ ઇલેક્ટ્રિક એન્જિન છે અને એકદમ પુરઝડપે દોડશે એમ ભગવંત માને જણાવ્યું હતુ આ રીતે ચૂંટણી પ્રચાર અર્થે પંજાબના મુખ્યમંત્રીએ નસવાડી ખાતે રોડ શો કરવામા આવ્યો હતો એ દરમિયાન મોટી સંખ્યા મા જન મેદની ઉમટી પડી હતી અને આમ આદમીના આજુ બાજુના કાર્યકરો અને હોદ્દેદારો હાજર રહ્યા હતા અને સંખેડા વિધાનસભાના આમ આદમીના ઉમેદવાર રંજનભાઈ તડવી ના પ્રચાર અર્થે પંજાબના મુખ્યમંત્રી નસવાડી ખાતે રોડ શો કરવામાં આવ્યો હતો અને ઉમેદવારના હાથે તલવાર આપી અને ફૂલોનો હાર પહેરાવી સ્વાગત કરવામા આવ્યુ હતુ અને ભારી સંખ્યા મા ભીડ જોવા મળી હતી આદિવાસી સમાજના લોકો રામ ઢોલ વગાડી રોડ શો મા પધાર્યા હતા અને પરિવર્તન લાવવુ એ જરુરી છે એમ રોડ શો મા જાણવા મળેલ છે અને મોંઘવારી ના મુદ્દા પર પણ ચર્ચા કરવામાં આવી હતી અને હવે ઝાડુ લાગશે અને દેશના ભ્રષ્ટાચાર નો કચરો સાફ થશે તેવી વાત કરવામાં આવી હતી અને જંગી બહુમતી થી આપણાં ઉમેદવારને જીતળવા ની અપીલ ભગવંત માન દ્રારા કરવામાં આવી હતી અને જણાવ્યું કે આ ઉમેદવાર વકીલ છે અને એ જ્યારે આપની વચ્ચે જીતીને આવશે ત્યારે એ આપણી તમામ પ્રજાના કેસ લડશે એવી વાત કરવામાં આવી હતી અને આમ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન નો ભવ્ય રોડ શો નસવાડી ખાતે થયો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here