છોટા ઉદેપુર જિલ્લાના છ તાલુકા પંચાયતોનાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટે એક દિવસીય પ્રશિક્ષણ વર્ગ યોજાયો

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લા ભાજપા ઘ્વારા પાવીજેતપુર એમ સી રાઠવા આર્ટ્સ કોલેજ ખાતે તાલુકા પંચાયત સદસ્ય પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં છોટાઉદેપુર જિલ્લાના નસવાડી,બોડેલી,સંખેડા,કવાંટ,છોટાઉદેપુર,પાવીજેતપુર સહીત છ તાલુકા પંચાયતમાં ભાજપામાં ચૂંટાયેલા ૧૦૧ જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.જેમાં તાલુકા પંચાયત સદસ્યોને વિવિધ ચાર સત્રોમાં વિવિધ વક્તાઓ ઘ્વારા શિક્ષણ આપવામાં આવ્યું હતું.વિવિધ ચાર સત્રોમાં ભારતીય જનતા પાર્ટીનો ઇતિહાસ અંગે સુધીરભાઈ લાલપુરવાળા,સફળ વાતો,અનુભવ,કથન અંગે જિલ્લા અધ્યક્ષ ઉપેન્દ્રભાઈ રાઠવા,કેન્દ્ર રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓ અંગે રાજ્યકક્ષાના પંચાયત મંત્રી બચુભાઈ ખાબડ,આદર્શ જનપ્રતિનિધિનો વ્યવહાર,પ્રવાસ,કાર્યાલય અને સોસીયલ મીડિયા અંગે વિધાનસભાના ઉપદંડક રમણભાઈ સોલંકીએ વિસ્તૃત શિક્ષણ ઉપસ્થિત રહેલ તમામ તાલુકા પંચાયતના સદસ્યોને આપ્યું હતું.આ પ્રશિક્ષણવર્ગમાં ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રસિંહ રાઠવા,જિલ્લા મહામંત્રી મેહુલભાઈ પટેલ,ધર્મેન્દ્રસિંહ પરમાર,રમેશભાઈ રાઠવા,કોષાધ્યક્ષ રાજુભાઈ શાહ,ઉપપ્રમુખ સંદીપભાઈ શર્મા સહીત તાલુકાનાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here