ગુજરાતમાં મહારાષ્ટ્રથી દરિયાના માધ્યમથી વિદેશી દારૂ બોટમાં લાવી વેચાણ કરવાના નવા કમીયાનો પર્દાફાશ કરતા ગુજરાત રાજ્ય સ્ટેટ મોનિટરીંગ સેલના પી.એસ.આઇ શ્રી એમ.બી.રાણા

નસવાડી, (છોટાઉદેપુર) દિપ મહેતા (સુરત) :-

ગુજરાત પોલીસ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને બાતમી હકિકત મળેલ કે, “”છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના હરખોડ ગામની સીમમાં નર્મદા નદીના કિનારે મહારાષ્ટ્ર રાજય તરફથી બોટમાં ભારતીય બનાવટનો વિદેશીદારૂ જથ્થો ભરી લાવી કિનારા ઉપર ઉતારી નસવાડી તાલુકાના અલગ અલગ ગામોના અલગ અલગ વ્યક્તિઓ મોટરસાયકલો લઇને આવે તેઓને આપી કટીંગ કરનાર છે.”.” તે માહિતી આધારે તા.૨૪/૧૧/૨૦૨૨ ના રોજ રેઈડ કરી, ભારતીય બનાવટનો વિદેશીદારૂ, કુલ કિં.રૂ.૨,૦૪,૩૦૦/- તથા અન્ય મળી કુલ રૂપિયા ૪,૧૫,૯૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી, પકડાયેલ ૦૫ આરોપીઓ તથા વોન્ટેડ ૦૧ આરોપી વિરુધ્ધ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી પો.સ્ટે. ખાતે ગુનો રજીસ્ટર કરાવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here