નસવાડી : તણખલા ખાતે રફીકુદ્દીન બાવા સાહબે મુરીદોની લીધી મુલાકાત… ઈદની મુબારકબાદી પાઠવી ઉર્ષની દાવત આપી

નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

નસવાડી તાલુકાના તણખલા ખાતે રફીકુદ્દીનબાવા સાહબ એ અચાનક મુલાકાત લીધી હતી જેમાં મુરીદો ની ખુશીનો પાર ન આવ્યો એટલા ખુશ થયા મુરીદો અને બાવા સાહેબે અચાનક ટેલિફોનિક જાણ કરી હતી કે હું તણખલા આવુછું અને બાવા સાહેબ ઝઘડીયા થી નીકળી સીધા તણખલા આવી પહોંચ્યા હતા અને દરેક મુરીદોને એક ઠેકાણે બોલાવી મુલાકાત કરી હતી અને સમય ઓછો હોવાના કારણે ઘેર ઘેર મુલાકાત લીધી ન હતી અને દરેક મુરીદો બાવા સાહબ ના કેહવા પ્રમાણે એક ઠેકાણે આવી બાવા સાહબ ની મુલાકાત લીધી હતી અને બાવા સાહબે તમામ મુરીદોને ઈદ ની મુબારકબાદી પાઠવી હતી ત્યાર બાદ ઉર્શ ની દાવત આપવામાં આવી હતી જેમાં રફીકુદ્દીનબાવા સાહબ ઝઘડીયા થી નીકળી તણખલા ત્યારબાદ બહાદરપુર ત્યારબાદ જબૂગામ ત્યારબાદ પાવીજેતપુર થી રિટર્ન રાજપીપલા થઈ ઝઘડીયા જવા રવાના થયા હતા અને દરેક ઠેકાણે ઈદ ની મુબારકબાદી અને ઉર્શ ની દાવત આપવામાં આવી હતી *જે ઉર્શ મુબારક છે તેની તારીખ 15 મે ના દિવસે સંદલ ચઢાવવામાં આવશે અને તારીખ16 મે ના દિવસે ઉર્શ નું આયોજન કરવામાં આવ્યું છે જે ઉર્શ હઝરત હાજી પીર કાયમુદ્દીનબાવા મોટામિયા ચિશ્તી ફરીદી ર.અ. ઝઘડીયા ખાતે રાખવામાં આવેલ છે અને સજ્જાદાનશીન હઝરત પીર રફીકુદ્દીન કાયમુદ્દીન  ચિશતી ફરીદી(મોટામિયાં માંગરોલ ની ગાદીવાળા) ઉર્શ નું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે* જેમાં મુરીદો ની અને તમામ હિન્દૂ મુસ્લિમની આસ્થા સમાયેલી છે અને હિન્દૂ મુસ્લિમ નું એક પ્રતીક  છે જેમાં ગામે ગામ થી શ્રદ્ધાળુઓ આવી સંદલ અને ઉર્શ માં આવી ફૂલ ચાદર ચડાવી પોતાની માનતાઓ પુરી કરેછે અને બાવા સાહબે દરેક ગામ માં જઈ મુલાકાત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here