પંચમહાલ : ગુસર-વાલૈયાના ખેડૂત ખાતેદારોને વન અધિકાર હેઠળ જમીનની સનદો એનાયત કરવામાં આવી

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

ગુસર વન વસાહત ગામ રેવન્યુ હેડે થતાં ૨૭ ખેડૂત ખાતેદારો-વાલૈયા અને ગુસર નવી વસાહતના ૭૮ ખેડૂત ખાતેદારોને વન અધિકાર હેઠળ જમીનની સનદો ધારાસભ્યશ્રી સી. કે રાઉલજી અને મહાનુભાવોના હસ્તે એનાયત કરવામાં આવી

ગુજરાત સરકારના મહેસુલ અને વન વિભાગ દ્રારા વન વસાહત ગામ ગુસર રેવન્યુ હેડે થયેલ હોય ખાતેદારોને જમીનની સનદો અને વાલૈયા અને ગુસર નવી વસાહતના ખાતેદારોને વન અધિકાર હેઠળ જમીનની સનદો આપવાનો કાર્યક્રમ ગુસર પ્રાથમિક શાળાના પટાંગણમાં ગોધરા ધારાસભ્યશ્રી સી. કે રાઉલજીના અધ્યક્ષ સ્થાને અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં મંગલદીપ પ્રગટાવી ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમને સંબોધન કરતા ધારાસભ્યશ્રી સી. કે રાઉલજીએ જણાવ્યું હતું કે વન વસાહત ગામ ગુસરને રેવન્યુ હેડે કરવા તેમજ વાલૈયા અને ગુસર નવી વસાહતના ખાતેદારોને વન અધિકાર હેઠળ જમીનની સનદો આપવાનો પ્રશ્ન ચાલીસ વર્ષ જુનો હતો. જેના કારણે અહી વસતા ખેડૂત ખાતેદારોને સરકારશ્રી પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજના, રાષ્ટ્રીય અને કોપરેટીવ બેંકો માંથી પાક ધિરાણ, પાક વિમા યોજના તેમજ ખેતીને લગતી વિવિધ યોજનાઓનો લાભ મળતો નહોતો. સરકાર માં આ ગામોની વર્ષોની માંગણી નો સંતોષકારક નિકાલ આવતાં આજે મારા કાર્યક્ષેત્ર હેઠળના ગામના ખેડૂત ખાતેદારોને વન વસાહત ગામ ગુસર રેવન્યુ હેડે થયેલ હોય ૨૭ જેટલા ખાતેદારોને સનદો અને વાલૈયા અને ગુસર નવી વસાહતના ૭૮ જેટલા ખાતેદારોને વન અધિકાર હેઠળ જમીનની સનદો મળતા સરકારશ્રીના ખેડૂતલક્ષી અભિગમને બિરદાવી અને જે ખેડૂત ખાતેદારોને જમીનની સનદો મળી છે તેમને શુભેચ્છા પાઠવી હતી અને હવે તેમને સરકારની વિવિધ યોજનાઓનો લાભ મેળવશે. તેમણે જિલ્લા અને તાલુકા વહીવટી તંત્ર દ્રારા થયેલ ઝડપી કામગીરી ની સરાહના કરી હતી.
આ કાર્યક્રમમાં વન વસાહત ગામ ગુસર રેવન્યુ હેડે થયેલ હોય તેવા ૨૭ જેટલા ખેડૂત ખાતેદારોને જમીનની સનદો અને વાલૈયા અને ગુસર નવી વસાહતના ૭૮ ખેડૂત ખાતેદારોને વન અધિકાર હેઠળ જમીનની સનદો ધારાસભ્યશ્રી સી. કે રાઉલજી અને મહાનુભાવોના હસ્તે એનાયત કરવામાં આવી હતી. જે લાભાર્થીઓને સનદો મળી હતી તેમણે સરકારશ્રી પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી.
આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારીશ્રી એન.બી.રાજપૂત , એ.પી.એમ.સી. ગોધરાના ચેરમેનશ્રી રાજેન્દ્રસિંહ ચૌહાણ ,પંચમહાલ જિ.સહ.ખ.વે.સંઘલી ના ચેરમેનશ્રી ચંદ્રસિંહ રાવલજી , કિસાન મોરચા પ્રમુખશ્રી ખુમાનસિંહ ચાંહાણ અને અગ્રીણીશ્રી ગોપાલભાઇ પટેલે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.
આ વેળાએ ગોધરા મામલતદારશ્રી કુંભાણી,જિલ્લા પંચાયત દંડકશ્રી અરવિંદસિંહ પરમાર, જિલ્લા પંચાયત સભ્યશ્રી વિનોદભાઇ ભગોરા, ટી.એસ.પી. કચેરીના શ્રી રીઝવાન, જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, ગુસર નવી વન વસાહત અને વાલૈયા ગામના સરપંચશ્રી પારસીંગભાઇ, ડેપ્યુટી સરપંચશ્રી, ગ્રામ પંચાયત સભ્યશ્રીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહયાં હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here