નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-
નસવાડી તાલુકાના ચામેઠા દૂધ મંડળી મા દૂધ ભરતા પાંચસો જેટલા સભાસદોને કેપ અને ટી શર્ટ અને ટ્રેક નું વિતરણ કરવામાં આવ્યું જે દૂધ મંડળી પ્રેરણાદાયી મંડળી છે જેનાથી લોકો દૂધ ભરવા માટે પ્રેરિત થાય અને વધુ દૂધ ડેરીમાં આવે જેનાથી મંડળીમાં ઇજાફો થાય અને નફો વધે જ્યારે મંડળી ની શરૂઆત થઈ હતી ત્યારે દૂધની આવક બહુજ ઓછી હતી અને મંડળીની મહેનત આજે રંગ લાવી છે અને આજે દૂધ ની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે અને મંડળીના પ્રમુખ ઇસ્માઇલભાઈ અને મંત્રી યાસીનભાઈ અને તમામ હોદ્દેદારોએ મંડળી માં સારી કામગીરી કરીછે અને ચામેઠા દૂધ ઉ.સ.મંડળી લી.માં વધુ દૂધ આવે એવા પ્રયાસો કરી રહી છે અને દર વર્ષે દૂધ ભરતા સભાસદોને કઈ ને કઈ પુરસ્કાર આપતા હોયછે અને એ પરંપરા આજે પણ જાળવી રાખી છે અને આ વર્ષે પણ ચામેઠા દૂધ ઉ.સ. મંડળી લી. ના પ્રમુખ અને મંત્રી દ્વારા ટી શર્ટ કેપ અને ટ્રેક નું વિતરણ કરવામાં આવ્યુ છે અને દરેક સભાસદોએ ચામેઠા દૂધ મંડળીનો આભાર વ્યક્ત કર્યો છે