હાલોલ રૂરલ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પંચમહાલ જિલ્લા એલ.સી.બી. પોલીસ

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી એમ.એસ.ભરાડા સાહેબશ્રી નાઓના માર્ગદર્શન મુજબ પોલીસ અધિક્ષકશ્રી ડૉ . લીના પાટીલ સાહેબનાઓએ આપેલ માર્ગદર્શન અને સુચના મુજબ પોલીસ ઇન્સ્પેકટર શ્રી કે.પી.જાડેજા એલ.સી.બી. ગોધરા નાઓએ નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓની ધરપકડ કરવા માટે ખાનગી બાતમીદારો રોકી જરૂરી કાર્યવાહી કરતા પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી કે.પી.જાડેજા એલ.સી.બી. ગોધરા નાઓને ખાનગી બાતમીદાર દ્વારા ચોક્કસ બાતમી મળેલી કે , હાલોલ રૂરલ પો.સ્ટે.ગુ.ર.નં .૧૧૨૦૭૦૭૯૨૧૦૦૪૩૨ / ૨૦૨૧ પ્રોહી એકટ કલમ ૬૫ એ , ૬૫ ઇ , ૮૧,૮૩,૯૮ ( ૨ ) , ૧૧૬ બી મુજબના ગુનાના કામે નાસતો ફરતો આરોપી અશ્વીનકુમાર રમણભાઇ ચૌહાણ રહે . આથમણા તા.કાલોલ જી . પંચમહાલ નાનો હાલમાં તેના ઘરે હાજર છે તેવી મળેલ બાતમી આધારે . શ્રી આઈ.એ.સિસોદીયા પોલીસ સબ ઈન્સપેક્ટર એલ.સી.બી. ગોધરા તથા એલ.સી.બી. સ્ટાફના માણસો આથમણા ગામે આરોપીના ઘરે જઇ તપાસ કરતા બાતમી મુજબનો અશ્વીનકુમાર રમણભાઇ ચૌહાણ રહે . આથમણા તા.કાલોલ જી . પંચમહાલ નાઓ મળી આવતા તેને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી ઉપરોકત ગુનાના કામે આગળની કાર્યવાહી કરવા માટે હાલોલ રૂરલ પોલીસ સ્ટેશનને સોપવાની કાર્યવાહી કરવા કરવામાં આવેલ છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here