કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહની જાહેરસભાને ધ્યાને લઈ કેટલાક માર્ગોને ડાયવર્ઝન અપાયું

છોટાઉદેપુર, ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે તા.૦૪/૦૫/૨૦૨૪ ના રોજ કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહની જાહેરસભાન યોજાનાર હોઈ ટ્રાફિક સમસ્યા ન સર્જાય તથા ટ્રાફિક નિયમન જળવાઈ રહે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી શૈલેષ ગોકલાણીએ એક જાહેરનામાં દ્વારા કેટલાક રૂટને ડાયવર્ઝન આપવા હુકમ ફરમાવ્યો છે.
આ જાહેરનામાં મુજબ વડોદરાથી છોટાઉદેપુર જવા ભારે વાહનો ગામડી ચોકડી, બહાદરપુર, સંખેડા નવી ચોકી, માકણી થઈ રંગલી ચોકડી થઈ જેતપુરપાવી વનકુટીર, છોટાઉદેપુર તરફ જઈ શકશે તથા છોટાઉદેપુરથી વડોદરા તરફ જવા ભારે વાહનો જેતપુરપાવી વનકુટીર, રંગલી ચોકડી, મોડાસર ચોકડી થઈ માકણી, સંખેડા નવી ચોકી. બહાદરપુર, ગામડી ચોકડી થઈ વડોદરા તરફ જઈ શકશે.
આ ઉપરાંત વડોદરાથી છોટા ઉદેપુર જવા ફોર વ્હીલર વાહનો બોડેલી કેનાલ, અલ્હાદપુરા, મોડાસર ચોકડી થઈ રંગલી ચોકડી, જેતપુરપાવી વનકુટીર થઈ છોટાઉદેપુર તરફ જઈ શકશે તથા છોટાઉદેપુરથી વડોદરા તરફ જવા ફોર વ્હીલર વાહનો જેતપુરપાવી વનકુટીર, રંગલી ચોકડી, મોડાસર ચોકડી, અલ્હાદપુરા કેનાલ થઈ મેઈન હાઈવે રોડ થઈ ગામડી-ડભોઈ તરફ જઈ શકશે.
છોટાઉદેપુર-બોડેલીથી હાલોલ તરફ જવા તમામ વાહનો બોડેલી, મોડાસર ચોકડી, રંગલી ચોકડી, જેતપુરપાવી વનકુટીર, ડુગરવાંટ, રણભુણઘાટી જાંબુઘોડા થઈ પાવાગઢ, હાલોલ જઈ શકશે અને હાલોલ તરફથી બોડેલી-છોટાઉદેપુર તરફ જવા તમામ વાહનો જાંબુઘોડા, રણભુણઘાટી, ડુગરવાંટ, જેતપુરપાવી વનકુટીર, રંગલી ચોકડી, મોડાસર ચોકડી થઈ જઈ શકશે.
આ હુકમ તા.૦૪/૦૫/૨૦૨૪ ના રોજ સવારે ૬-૦૦ કલાક થી ૧૬-૦૦ કલાક સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ કાયદાની જોગવાઈ મુજબ શિક્ષાને પાત્ર થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here