નસવાડી પોલીસે વઘાચ ગામેથી ઈકકો ગાડીમાં બોયનેટના અંદરના ભાગે છુપાવી લઈ જવાતો ઇગ્લીશદારૂનો જથ્થો ઝડપી પાડ્યો…

નસવાડી, (છોટાઉદેપુર)/સકીલ બલોચ :-

કુલ કિંમત રૂપિયા– ૪,૮૫,૪૫૦ / – ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડવામાં આવ્યો

નસવાડી પો.સ.ઇ. સી.ડી.પટેલ નાઓ પોલીસ સ્ટાફ સાથે ખાનગી વાહનમાં વહેલી સવારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સાથેના અ.પો.કો. અનિલભાઈ લીલાભાઈ બ.નં .૦૧૬૮ નાઓને અંગત બાતમીદાર થકી બાતમી હકીકત મળેલ કે એક સફેદ કલરની ઈક્કો ગાડી રજી.નં. GJ – 34 – H – 2877 માં બોનેટના અંદરના ભાગે ઈંગ્લીશદારૂ ભરીને કવાંટ તરફથી નસવાડી તરફ આવે છે તેવી બાતમી હકીકત આધારે મોજે વઘાચ ગામેથી એક સફેદ કલરની ઇકકો ગાડી રજી.નં. GJ – 34 – H – 2877 ના ચાલકને કુલ કિંમત રૂપીયા ૪,૮૫,૪૫૦ / – ના મુદ્દામાલ સાથે પકડી પાડી નસવાડી પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી સહ આરોપીને પકડી પાડવા સારૂ ચક્રગતીમાન કરવામાં આવેલ છે .

પકડાયેલ આરોપી : વિરેન્દ્રભાઇ બચુભાઇ ડાવર ઉ.વ .૨૧ રહે.કટવાડ તા.સોંઢવા જી.અલીરાજપુર ( મધ્યપ્રદેશ ) – : પકડાવાના બાકી આરોપી : રાજુભાઈ બામણીયા રહે.ઉંદરી તા.સોંઢવા જી.અલીરાજપુર ( એમ.પી. ) હાલ રહે.તાંદલજા તા.બોડેલી જી.છોટાઉદેપુર – :

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here