નસવાડી ખાતે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા મુકવા જગ્યા બાબતે વિવાદ થતા તણખલા ચોકડી, રાયણઘોડા વિસ્તારના રહીશોએ આવેદન પત્ર આપ્યુ

નસવાડી, (નર્મદા) જાવેદ એન કુરેશી :-

નસવાડી તણખલા ચોકડી ખાતે ડો.બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા મુકવા બાબતે અગાવ દલિત સમાજ દ્રારા મામલતદાર ને આવેદનપત્ર આપવામા આવ્યુ હતુ જેને લઈ આજરોજ નસવાડી તણખલા ચોકડી અને રાયણઘોડા વિસ્તારના રહીશો સહીત ભાથિજી મંદિરના વહીવટ કરતા લોકો દ્રારા ગ્રામપંચાયત તથા પોલીસ સ્ટેશન તથા તાલુકા પંચાયત કચેરી તથા મામલતદાર કચેરી મા આવેદન પત્ર આપવામા આવ્યુ છે જેમા ઉલ્લેખનીય છે કે તા.૧૩/૧૦/૨૦૨૦ના રોજ ગ્રામપંચાયત ના સરપંચ ડે. સરપંચ. સભ્યો ની હાજરીમા તણખલા ચોકડી પર બાબા સાહેબની પ્રતિમા મુકવાનુ ખાત મુહૂર્ત કરવામા આવેલ હતુ અને સર્કલ બનાવી પ્રતિમા મુકવા માટે સંમતિ થી નક્કી કરવામાં આવ્યુ હતુ તે સમયે કોઈ વાદ વિવાદ ન હતો પણ પંચાયતના અનઘડ વહીવટના કારણે સ્થાપના કરવાનુ કાર્ય ખોરભે ચઢાવી દીધેલ આંબેડકર સાહેબ ની પ્રતિમા ધૂળ ખાતી હતી પછી પંચાયત ની બોડીને પાંચ વર્ષ પૂરા થયા એટલે બોડી અસ્તિત્વમા ન હતી અને ગ્રામપંચાયત મા વહીવટદાર મુકવામાં આવ્યા ત્યારબાદ નસવાડી ગ્રામપંચાયત ના પડઘમ તૈયારીઓ થતા વહીવટ તંત્રને આંબેડકરજી ની યાલ આવી અને પ્રતિમા મૂકવાની તૈયારીઓ કરવામાં આવી પરંતુ પ્રતિમા મૂકવાની જગ્યા મા બદલાવ કરીને અમારા ગામ અને વિસ્તારની શાંતિ અને ભાઈચારો બગડવાના પ્રયત્નો કરવામાં આવી રહયા છે પહેલા જે જગ્યા હતી તેને અચાનક ઇરાદા પૂર્વક બદલીને ભાથિજી મંદીર પરિસરમા પ્રતિમા મુકવા માટે કામગીરી ચાલુ કરવામાં આવી આ જગ્યા બદલી અમારા વિસ્તારમા શાંતિ અને ભાઈચારો બગડવાની કોશિશ કરવામા આવી છે અને જે સમયે ખાત મુહૂર્ત કરવામા આવ્યુ ત્યારે જે તલાટી હતા તેઓ આજે વહીવટદાર તરીકે ફરજ નિભાવી રહ્યા છે તેઓ દરેક વાતથી વાકેફ છે તેથી વધુ રજુઆત કરવુ યોગ્ય જણાતુ નથી એટલે અમારા સૌવ નાગરિકોની નમ્ર વિનંતિ છે કે જે તે સમયે જે જગ્યા નક્કી કરવામા આવી હતી ત્યાંજ પ્રતિમાની સ્થાપના કરવામા આવે જેમા કોઈ વાદ વિવાદ નથી ભાથિજી મંદિરના પરિસરમા સ્થાપના કરવામા આવે એજ વિવાદ છે અને નસવાડી નગરની શાંતિ અને ભાઈચારો ના બગડે તે દિશામાં કાર્ય કરવા માટે વહીવટદાર ને જે જગ્યાની માપણી કરાવ્યા બાદ મંદીર પરિસરની બહાર અને મૂળ જગ્યાએ પ્રતિમાની સ્થાપના કરવામાં આવે અને વહીવટદાર અને વહીવટ તંત્ર દ્રારા જો મંદીર પરિસરમા સ્થાપના કરવામાં આવશે ને ગામની શાંતિ ને ભાઈચારો બગડવાનો પ્રયત્ન કે બગડશે એવા સંજોગોમાં સંપુર્ણ જવાબદારી નસવાડી ગ્રામ પંચાયત ની રહેશે અને અમારા ગામની શાંતિ અને ભાઈચારા ને નુકશાન ન થાય એવી દિશામા કરી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા નક્કી કરેલ જગ્યાએ જ સ્થાપના કરવી એવી અપીલ કરવામા આવી છે આમ આવેદનપત્રમાં જણાવેલ છે.અને લગભગ એકસો ઓગણીસ વ્યક્તિઓએ આવેદનપત્રમાં સહી કરી આપવામા આવ્યુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here