ગોધરા : પાણીજન્ય રોગોનો કઈ રીતે સામનો કરવો તેની પ્રજાજોગ અપીલ કરતું લાઈફ લાઇન હોસ્પિટલ….

ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

તબીબી ક્ષેત્ર એક વ્યાપાર નહીં.. સેવાકીય કાર્યનો ભગીરથ દ્વાર છે : ડો. અજય દેવડા

પંચમહાલ જિલ્લાના પાટનગર એવા ગોધરા શહેરમાં છેલ્લા કેટલાય દિવસોથી પાલિકા તંત્ર દ્વારા અપાતા પીવાના પાણીની અસહ્ય બૂમો ઉઠી રહી છે, કેટલાય વિસ્તારોમાં રહેતા નગરજનોને પીવાનું પાણી સમયસર મળતું નથી જ્યારે અમુક ચોક્કસ વિસ્તારોમાં પીવાનું પાણી દૂષિત.. બદબુદાર મળતું હોવાની ફરિયાદો મળી રહી છે…

ગોધરા નગરમાં પ્રાથમિક સુવિધાઓનું સંચાલન કરતું પાલિકા તંત્ર દરેક બાબતે નિષ્ફળ સાબિત થયું હોવાની લોકચર્ચાઓ હાલ મુખ્ય સ્થાને સંભળાઈ રહી છે, નગરમાં અમુક જગ્યાએ રોડ રસ્તાઓનું રિફ્રેસિંગ.. રીપેરીંગ કે પછી નવીનીકરણ કર્યાની વરસી પણ પૂર્ણ ના થઇ હોય અને એ રસ્તા પર ફરીથી કોઈ ખોદકામ શરૂ થઈ જાય છે.. એટલે કે નવા બનાવેલ રોડ રસ્તાઓ થોડા સમયમાં જ ખાડા ખાબોચિયા યુક્ત બની જતા હોય છે..

પાલિકા તંત્રના આવા મનમોજી વહીવટના કારણે જ્યાં હોય ત્યાં ખોદકામ અને સમારકામની ખેંચા ખેચીમાં અનેક વિસ્તારોમાં પીવાના પાણીની લાઈનો ડેમેજ થઈ જતી હોય છે, કે પછી ગંદા પાણીની ડ્રેનેજ લાઈનો સાથે ભળી જતી હોય છે… અને આ તમામ કામોનું સંચાલન કરતા મહામહિમ પાલિકા તંત્રના લાડલા કહેવાતા કોન્ટ્રાક્ટરોની બેદરકારી કહો કે પછી ભુલોના કારણે લોકોની મુખ્ય જરૂરિયાત એવું પીવાનું પાણી તેઓ સુધી દૂષિત પહોંચતું હોય છે..
અને લોકો પણ એ દૂષિત પાણીને પાલિકા તંત્રની સામાન્ય ભુલ સમજી રોજિંદા વપરાશમાં ઉપયોગમાં લેતા હોય છે, જેના કારણે આજે નગરના અમુક વિસ્તારોમાં પાણીજન્ય રોગોનો રાફડો ફાટ્યો છે.. અને ઝાડા, ઉલટી, કમળો, તાવ તેમજ ટાઇફોર્ડ જેવા ગંભીર રોગોથી લોકો પીડાઈ રહ્યા છે…

નગરના અમુક ચોક્કસ વિસ્તારોમાંથી પાણીજન્ય રોગોની તકલીફ લઈ દવા સારવાર કરાવવા આવી રહેલા દર્દીઓની નોંધ લઈ પોલીસ ચોકી નંબર 04 સામે આવેલ લાઈફ લાઇન હિસ્પિટલના સંચાલન મંડળે પાણીજન્ય રોગોનો કઈ રીતે સામનો કરવો એની સચોટ માહિતી નગરજનો સુધી પહોંચાડવા ઝુંબેશ ઉઠાવી છે. અને તબીબી ક્ષેત્ર વ્યાપાર નહીં પરંતુ એક સેવાકાર્ય હોવાની સાબિતી આપી છે..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here