નર્મદા જિલ્લામાં માલેતુજાર રોકાણકારો માટે સરકારની લાલ જાજમ- સ્થાનિકોને હવાતિયા

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

જમીન એન એ માટે ઇકો સેનસેટિવ ઝોનના સર્ટિફિકેટ મેળવવા એક એક વર્ષનો લાગતો સમય !!!!

નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના વિવિધ વિસ્તારોમાં રોકાણકારોને આકર્ષિત કરવા માટે સરકારે લાલ જાંઝમ પાથરી છે, તમામ પ્રકારની નાણાકીય રાહતો સહિત જમીનોની ફાળવણી પણ સરકાર તરફથી કરવામાં આવી રહી છે, સરકાર અનેક પ્રકાર ની લ્હાણી કરી રહી છે ત્યારે નર્મદા જિલ્લાના સ્થાનિક લોકો કે જેઓ ધંધા રોજગાર કરવા માટે પોતાની જમીનો ને બિન ખેતી ની એટલે કે એન એ. કરાવવા માટેની કાર્યવાહી હાથ ધરે છે તેમને પરવાનગી મેળવવા માટે લોઢા ના ચણા ચાવવા પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે.

સરકારે સ્ટેચ્યુ ઓફ યુનિટીના આસપાસના કેટલાક વિસ્તારને ઇકો સેનસીટીવ ઝોન તરીકે જાહેર કરેલો હોય ને વન અને પર્યાવરણ વિભાગ નો ઈકો સેન્સિટીવ ઝોન ક્લિયરન્સ નો સર્ટિફિકેટ મેળવવાનો ફરજિયાત બનાવેલ છે ત્યારે આ દાખલો કઢાવવા માટે નર્મદા જિલ્લાના સ્થાનિકો એક એક વર્ષથી એપ્લિકેશનો કરીને બેઠા છે !!! પરંતુ તેમની એપ્લિકેશનો હજુ સુધી મંજૂર થતી નથી અને ખૂબ જ ભારે વિલંબ થતાં સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
એક તરફ જ્યારે સરકાર વાઇબ્રન્ટ ગુજરાત અંતર્ગત તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે તત્પરતા દાખવી રહી છે ત્યારે વન વિભાગની કચેરીઓ દ્વારા ઈકો સેન્સેટીવ ક્લિયરન્સ સર્ટિફિકેટ આપવામાં એક એક વર્ષ જેટલો લાંબો સમય લેવામાં આવતા સ્થાનિક લોકો ભારે મૂંઝવણ અને વિમાસણમાં મુકાઈ રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here