નસવાડી એકલવ્ય મેદાન પર રાજ્ય કક્ષાની તીરંદાજી સ્પર્ધા યોજાઈ, 12 જિલ્લાના ખેલાડીઓએ ભાગ લીધો

નસવાડી,(છોટાઉદેપુર) ઈમ્તિયાઝ મેમણ

કોરોના વાયરસ અને લોકડાઉન બાદ પ્રથમ વખત તીરંદાજી સ્પર્ધા યોજાઈ ખેલાડીઓ ઉત્સાહ સાથે તીરંદાજી રમત રમી

નસવાડી એકલવ્ય આર્ચરી એકેડેમી ખાતે ગુજરાત સ્ટેટ આર્ચરી એસોસિયેશન દ્વારા સબ – જુનિયર અને જુનિયર વય જૂથ ગુજરાત રાજ્ય કક્ષાની તીરંદાજી સ્પર્ધા નું આયોજન કરવામાં આવેલ .જેમાં ગુજરાત ના વિવિધ ૧૨ જીલ્લા જેમાં અમદાવાદ , વડોદરા ,બનાસકાંઠા,સાબરકાંઠા ,દાહોદ, છોટઉદેપુર, અરવલ્લી ,ખેડા જેવા જીલ્લા માંથી ૩૦૦ ખેલાડીઓ એ ભાગ લીધો હતો જેમાં ૧૦૦ મહિલા વિભાગ અને ૨૦૦ પુરુષ વિભાગ માં હાજર રહેલા હતા .જેમાં જુનિયર વિભાગમાં ૧૦૦ ખેલાડીઓએ ભાગ લીધો હતો તેમાંથી પુરુષ વિભાગમાં ૪ ખેલાડીઓ નું સિલેકશન કરવામાં આવ્યું જેમાં પુરુષ વિભાગમાં ૧.જયસ્વાલ સતીષ રાજેશભાઈ ૨.ભીલ કૌશલ દિલીપભાઈ ૩ ખાંટ અલ્પેશ ૪.ભીલ સુનીલ કાનજીભાઈ નું સીલેકશન થયેલ છે.અને મહિલl વિભાગ માં ૧.પરમાર રિયા ૨.જતી જેનીશા ૩.રાઠવા અમિતા ૪.રાઠવા કૈલાશ નું સિકેકશન થયેલ છે.
આ સિલિકશન થયેલ ખેલાડીઓ ૭મી માર્ચ થી ૧૫ માર્ચ સુધી દેહરાદૂન (ઉત્તરાખંડ) ખાતે રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેવા માટે જશે કોરોના વાયરસ અને લોકડાઉન ની મહામારી મા તીરંદાજી ખેલાડી ઓ રમત વગર ઘરે બેસી રહ્યા હોય ક્યારે ખેલ સ્પર્ધા ઓ શરૂ થાય તેની રાહ જોઈ રહ્યા હતા આખરે નસવાડી મા સૌરાષ્ટ્ર થી તીરંદાજી રમત રમવા આવેલ ખેલાડીઓ ખુશી વ્યક્ત કરી હતી સ્પર્ધા મા આવેલ કોચ પણ વર્ષો પછી બહાર ખેલાડીઓ ને લઈ નીકળ્યા હોય તેમ લાગ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here