બોડેલી તાલુકાના નાની બુમડી ગામેથી ગેરકાયદે રેતી ભરીને જતા બે ટ્રેકટરો જીલ્લા ખાણ ખનીજ વિભાગે ઝડપી પાડયા

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થતી ઓરસંગ, મેરીયા ,ભારજ નદીમાંથી ભૂમાફિયાઓ દ્વારા બેફામ રેતીનું ખનન કરવામાં આવી રહ્યું છે ચોક્કસ તત્વો દ્વારા નિયમિત આ વિસ્તારમાંથી ઘણા લાંબા સમયથી રેતીની ચોરી કરવામાં આવી રહી છે જેમાં ખનિજ માફિયાઓ ધોળા દિવસે ટ્રેકટરો મારફતે રેતી ભરીને ચોરી કરવા માટે ઉપયોગ કરે છે ત્યારે ઓરસંગ નદીમાંથી ગેરકાયદે રેતી ભરીને જતા ટ્રેકટરો બાબતે છોટાઉદેપુર જિલ્લા ભૂસ્તરશાસ્ત્રીની સુચના અન્વયે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ બે જેટલા ગેરકાયદેસર રેતીનું વહન કરતા ટ્રેકટરો ઝડપી પાડી રૂ.૧૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો જેથી રેતી ચોરી કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો છોટાઉદેપુર જિલ્લાની ઓરસંગ,ભારજ અને મેરીયા નદીના પટમાં છેલ્લા કેટલાક સમયથી સફેદ રેતી ચોરીનો કાળો કારોબાર ચાલી રહ્યો છે જોકે આ સમગ્ર બાબતથી તંત્ર પણ અજાણ નથી મોટાભાગના ટ્રેકટરોવાળા પાસે કોઈ જાતની પાસ પરમીટ પણ હોતી નથી તો કેટલાક ટ્રેક્ટરની ટ્રોલીની નંબર પ્લેટ પણ હોતી નથી તેવામાં ગેરકાયદે રેતી ચોરીના લીધે સરકારની તિજોરીને પણ આર્થિક નુકસાન થઈ રહ્યુ છે ત્યારે જીલ્લા ખાણ ખનીજ વિભાગના ભૂસ્તરશાસ્ત્રી તનવીર સૈયદની સુચના અન્વયે છોટાઉદેપુર જિલ્લા ખાણખનીજ વિભાગના અધિકારીઓએ ગેરકાયદે રેતી ભરી વહન કરતા બોડેલી તાલુકાના ના નાની બુમડી ગામેથી બે ટ્રેકટર ઝડપી પાડી રૂપિયા વીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતા જ રેતી ચોરી કરતા માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here