કવાંટ પોલીસ સ્ટેશન વિસ્તારના પોક્સો તથા એટ્રોસીટીના ગુનાનો નાસતો-ફરતો આરોપીને ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ..

છોટાઉદેપુર, ચારણ એસ વી :-

શ્રી સંદીપ સિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગનાઓ તથા શ્રી આઇ.જી શેખ પોલીસ અધિક્ષકશ્રી છોટાઉદેપુરનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લામાં – ગુનો કરી નાસતા ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જીલ્લાના તેમજ જીલ્લા બહારના આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા સારૂ શ્રી વી.એસ.ગાવિત પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓને સૂચના આપેલી
જે અન્વયે આજ રોજ એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓ બોડેલી પોલીસ સ્ટેશન * વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા, તે દરમ્યાન બાતમી આધારે કવાંટ પો.સ્ટે. પાર્ટ એ-ગુ.ર.નં. ૧૧૧૮૪૦૦૬૨૩૦૩૮૦/૨૦૨૩ ઇ.પી.કો કલમ ૩૬૩, ૩૬૫, ૩૪૨, ૩૫૪(બી), ૩૨૮, ૫૦૮, It ૫૦૬(૨), ૧૨૦(બી) તથા પોક્સો એક્ટ કલમ ૧૨,૧૭ તથા એટ્રોસીટી એક્ટ ૩(૨)(૫) મુજબના # કામનો આરોપી દીલીપભાઇ કાલસીયા ભીલ રહે.ફેરકુવા નવી વસાહત તા.બોડેલી – જી.છોટાઉદેપુરનાનો બોડેલી બસ સ્ટેશન પાસે મળી આવતા સદર ઇસમને પકડી લઈ તેનુ નામઠામ પુછતા તેણે પોતાનુ નામ ઉપરોક્ત મુજબ જણાવતા સદર ઇસમને પકડી પાડી # કાયદેસરની કાર્યવાહી કરી બોડેલી પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે
પકડાયેલ ઇસમ:-
દીલીપભાઇ કાલસીયા ભીલ રહે.ફેરકુવા નવી વસાહત તા.બોડેલી
જી.છોટાઉદેપુર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here