નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકામા ભારે વરસાદથી ખેતીના પાકને નુકશાન થતા સરકાર પાસે વળતરની માંગ…

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

રસ્તાઓની બિસ્માર હાલત થતા તાત્કાલીક સમારકામ સહિત ખેડુતોને ખાતર પુરૂ પાડવાની માંગ સાથે દેડિયાપાડા કોગ્રેસ સમિતિએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યુ

નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકામા છેલ્લા બે અઠવાડિયાથી ભારે વરસાદ પડતા નદી નાળાઓમા ખુબજ પાણી આવતા તેમજ વરસાદના લીધે ખેડુતોને પોતાના ખેતરોમાં ઉભા પાકને ભારે નુકસાન થતા નર્મદા જિલ્લાના દેડિયાપાડા કોગ્રેસ સમિતિએ દેડિયાપાડા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યુ હતુ અને વળતરની માંગ કરી હોવાનું જાણવા મળ્યું છે .

દેડિયાપાડા કોગ્રેસ સમિતિ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપ્રત કરાયું જેમાં દેડિયાપાડા વિસ્તારમાં ભારે વરસાદથી ખેતીના પાક ને 70 થી 80 ટકા નુકશાન થયેલ હોયને ખેડુતોને પાક નુકશાનીના વળતર ચુકવવાની માગણી કરવામાં આવી છે.

આવેદનપત્રમા જણાવ્યું છે કે ખેડુતોને ખેતીના પાક માટે સમયસર ખાતર મળતું નથી ખાતરની ખુબજ તંગી વર્તાઇ રહી છે દિવસો સુધી ખેડુતો લાઇનમાં ઉભા રહી ખાતર મળવાની રાહ જોતા હોય છે તો ખેડુતોને સમયસર ખાતર મળી રહેવી વ્યવસ્થા કરવા તેમજ દેડિયાપાડા તાલુકાના રસ્તા બિસ્માર હાલતમાં ખખડધજ થયા હોય તાત્કાલીક રસ્તાઓ સમારકામ કરવાની દેડિયાપાડા કોગ્રેસ સમિતિએ માંગણી કરતુ આવેદનપત્ર તાલુકા કોગ્રેસ પ્રમુખ દેવજીભાઇ વસાવાની આગેવાનીમા આપ્યુ હતુ જે પ્રસંગે જીલ્લા પંચાયત પ્રમુખ દામાભાઇ વસાવા,જેરમાબેન વસાવા, વતસલાબેન વસાવા, જાતરભાઈ વસાવા ચેરમેન એ.પી.એમ.સી. વિગેરે નાઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here