બોડેલી,(છોટા ઉદેપુર) ઈમ્તિયાઝ મેમણ
જીલ્લા પંચાયત, તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી ને અનુલક્ષી બોડેલી, અલીપુરા અને ઢોકલીયા સહિત આસપાસના ગામોમાં કોઈ અનિચ્છનિય ઘટના ન ઘટે તે માટે બોડેલીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.એસ.સરવૈયા તેમજ સ્ટાફના પોલીસ કર્મીઓ તેમજ હોમગાર્ડના જવાનો સાથે બોડેલી અલીપુરા અને ઢોકલીયા સહિતના આસપાસના ગામોમાં ફૂટ પેટ્રોલિંગ કરી ફ્લેગ માર્ચ કરી હતી.