નર્મદા જિલ્લામા જાહેરમાં પોતાની કારમાં બેસી જુગાર રમતા પાંચ જુગરીયાઓ ઝડપી પાડતી ગરૂડેશ્વર પોલીસ…

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

ઝડપાયેલા જુગારીઓ પાસેથી પોલીસે રૂપિયા 2.16 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો

નર્મદા જીલ્લા પોલીસ અધિક્ષક હિમકર સિંહની સૂચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક દુધાત નાઓના માર્ગદર્શન હેઠળ જુગારની પ્રવૃત્તિને નેસ્ત નાબૂદ કરવા માટે ગરુડેશ્વર પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે.

ગરૂડેશ્વર પોલીસ સ્ટેશન પી.એસ.આઈ એ.એસ.વસાવા નાઈટ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન મળતી બાતમીના આધારે પોતાની સાથે એ એસ આઈ વિજયભાઈ શાંતિલાલભાઈ તથા હે.કો. પ્રકાશભાઈ તથા અન્ય સ્ટાફ સાથે ભારધ્રા ચોકડી પાસે ખાતર ડેપો નજીક જુગાર રમાતું હોવાની બાતમી મળતા પોલીસે રેડ કરી ફોર વિલર કારમાં જુગાર રમી રહેલા પાંચ ઈસમોને ઝાડની પાડયા હતા.

પોલીસે ઝડપેલા જુગારીઓની અંગઝડતી દરમિયાન 5810 રોકડ તથા દાવ ઉપર લગાવેલા 6700 તથા ચાર મોબાઈલ ફોન કિંમત 8500 તથા એક એક્ટિવ મોટર સાઇકલ અને ફોર વિલર કાર કિંમત રૂ 1.40.000 મળી કુલ્લે 1.61.010 નો મુદ્દામાલ કબ્જે કરીને ગરુડેશ્વર પોલીસ દ્વારા પાંચે ઈસમો વિરૂદ્ધ જુગરધારા કલમ 12 તેમજ ઇ.પી.કો કલમ 269.188 તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ 2005 ની કલમ 51.બી મુજબનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here