નર્મદા જિલ્લાના ગરૂડેશ્વરના હરીપુરા ગામે મકાન માલિકને બંધક બનાવી રૂપિયા ૧૫ લાખની લુટ

ગરૂડેશ્વર, (નર્મદા) આશિક પઠાણ :-

લુટ કરનાર ગેંગના ચાર લુંટારા ઓને પોલીસે ઝડપી પાડ્યા ચોરી કરનાર ગેંગ ના બે સાગરિતો ફરાર

લુટારા ઓ પોતાની મોટર સાયકલો પિછીપરા ગામે મુકી ચાલતા હરીપુરા ગામે આવ્યા મકાન ના દરવાજા તૂટતા મકાન માલિક જાગી જતાં ચપ્પુ અને ધારિયા ની અણીયે બંધક બનાવી મારી નાખવાની ધમકી આપી

પોલીસ સહિત આસપાસ ના લોકો ને રાત્રેજ લુટ થયાની જાણ થતાં ચારો તરફ ઘેરો ઘાલી પાંચ લૂંટારુઓ ને ઝડપી પાડયા કેટલાક સાગરિતો ફરાર

નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના હરીપુરા ગામે ગતરોજ મકાનમાં ઘૂસી તિજોરી લોકરના તાળા તોડી મકાન માલિક ને બંધક બનાવી ચપ્પુ ધારિયા ની અણી એ રૂપિયા 15 લાખ ની ચોરી કરનાર ગેંગના પાંચ આરોપી ઓને પોલીસે ઝડપી પાડ્યા હતા જ્યારે સાથેના ઍક આરોપી ફરાર થતા પોલીસે તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

મળતી માહિતી મુજબ ગરૂડેશ્વર તાલુકાના હરીપુરા ગામ ખાતે રહેતા અને અનાજ કરિયાણાની દુકાન ચલાવતા રઉફભાઇ ફારૂકભાઇ મેમણ ના મકાનમાં પ્રવેશ કરી મકાનની તિજોરી તિજોરીના લોકર તોડી સોના ચાંદીના દાગીના સહિત રોકડમાલ મતદાની ચોરી કરી હતી અને લૂંટારુઓ ફરાર થયા હતા, લગભગ રાત્રિના બે વાગ્યાના બનેલા આ બનાવમાં લૂંટારૂઓ મકાનના દરવાજા તોડી મકાનમાં પ્રવેશ કરતા અને મકાન માલિક જાગી જતા તેને ચપ્પુ તેમજ ધારીયા ની અણીએ બંધક બનાવ્યો હતો અને જો બુમો પાડીશ તો તને જાનથી મારી નાખીસુ ની ધમકી આપી હતી અને મકાનમાં તિજોરીના તાળા લોકર તોડી રોકડ સહિત સોના ચાંદીની રૂપિયા 15 લાખ ની માલમત્તા ની લૂંટ ચલાવી હતી અને ફરાર થયા હતા. ચોટાઓ ચોરી કરીને ફરાર થતા મકાન માલિકે પોતાના ઓળખીતાઓને ફોન કરતા પોલીસને જાણ કરાવી હતી અને આસપાસના ગામના લોકો સહિત પોલીસ કુમક કેવડિયા ના ડીવાયએસપી વાણી દુધાત સહિતનો પોલીસ કાફલો હરીપુરા ગામ ખાતે ઘસી આવ્યો હતો અને આસપાસના સમગ્ર વિસ્તારને કોર્ડન કરાયો હતો અને વહેલી સવારે પાંચ લૂંટારો અને ઝડપી પાડ્યા હતા જ્યારે એક લૂંટારો હજુ પણ ફરાર હોવાનું જાણવા મળ્યું છે.

લૂંટારાઓ ને ઝડપવા માટે દિલ ધડક અને ફિલ્મી દૃષ્ટિઓ સર્જાયા હતા લૂંટારાઓ હરીપુરા ગામ ખાતે ચોરી કરવા માટે નજીકના પીછીપરા ગામ ખાતે પોતાની બે મોટર સાયકલ મૂકીને આવ્યા હતા આ બે મોટર સાયકલ પોલીસે કબજે કરી છે, લુંટારાઓ રાત્રિના અંધકારમાં ખેતરોમાં અને ખાડી કોતરોમાં સંતાઈ જતા પોલીસે રાત્રે અંધકાર માં ચારો તરફથી તેમને ઝળપવા ઘેરો ઘાલ્યો હતો, અને વહેલી સવારે લૂંટારાઓ ને ખેતરોમાંથી ઝડપી પાડ્યા હતા અને તેઓની ગરૂડેશ્વર પોલીસ મથકે લઈ જવાયા હોવાનુ જાણવા મળ્યું છે આ બાબતે હજી પોલીસની તપાસ ચાલી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here