છોટાઉદેપુર નગર પાલિકાના અંધેર વહીવટમાં પ્રકાશ પાડતી ધોળા દિવસે ચાલુ દેખાતી સ્ટ્રીટ લાઈટો…!!

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટા ઉદેપુર નગર માં નગર પાલિકા વિસ્તારમાં જાહેર માર્ગો ઉપર છેલ્લાં ઘણા સમય થી અમુક જગ્યાએ સ્ટ્રીટ લાઈટો દીવસે પણ ચાલુ જોવા મળી રહી છે. નગર પાલિકા નું ૮૮ લાખ જેટલું વીજળી નું બિલ બાકી હોય તો શું આ લાઈટો ચાલુ રહેતા વધું બિલ નહી આવતું હોય? સરકારના કે પ્રજાના નાણાં વ્યર્થ જઈ રહ્યા હોય તેમ ઘણી જગ્યાએ લાગી રહ્યું છે. સ્ટ્રીટ લાઈટો ધોળે દિવસે ચાલુ રહેતા કર્મચારીઓ બંધ કરવાનું ભૂલી જાય છે કે કેમ? તે કંઈ સમજાતું નથી.

છોટા ઉદેપુર નગર માં છેલ્લાં એક મહિના જેવા સમય થી નગર ના વિવિઘ વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટો ધોળે દિવસે ચાલુ હોય ત્યારે ઘણી જગ્યા ઉપર રાત્રીના સમયે જ્યાં જરૂર હોય ત્યાં બંધ હાલત માં હોય પ્રજાએ અંધારા ઉલેચવા નો વારો આવે છે. સ્ટ્રીટ લાઈટો રાત્રીના સમયે ઘણાં સ્થળે બંધ રહેતા ચોરી નો પણ ભય રહેલો છે. હાલ થોડા દિવસો પહેલાં છોટા ઉદેપુર નગર માં તસ્કરોએ તરખાટ મચાવી ધોળે દિવસે લાખો ની મત્તા માં ચોરી કરી હતી. જો ધોળે દિવસે ચોરી થતી હોય તો રાત્રી ના સમયની તો વાત જ શું કરવી. જ્યારે રાત્રીના સ્ટ્રીટ લાઈટો ઘણી જગ્યાએ બંધ રહેતા પ્રજાને ભારે હાલાકી ભોગવવી પડે છે. નગરમાં માંગ ઉઠી છે કે દીવસે લાઈટો બંધ રાખો અને રાત્રી ના બંધ રહેતી લાઈટો ચાલુ કરો જેથી અંધકાર દૂર થાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here