ગરૂડેશ્વર તાલુકા પંચાયત પ્રમુખ માગતાભાઈ વસાવાની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાની આમલ્દા ખાતે પશુપાલન શિબિરનું આયોજન કરાયું

ગરૂડેશ્વર, (નર્મદા) આશિક પઠાણ :-

નર્મદા જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાના નેતૃત્વ તથા જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુના માર્ગદર્શન હેઠળ ગરૂડેશ્વર તાલુકાના આમલ્દા ખાતે ગરૂડેશ્વર તાલુકા પંચાયત પ્રમુખ માગતાભાઈ વસાવાના અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત પશુપાલન શાખા અને ગુજરાત રાજ્યના સંયોગથી આજરોજ જિલ્લા કક્ષાની પશુપાલન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મહિલા મોરચાના ઉપપ્રમુખ શ્રીમતી શિતલબેન તડવીએ પશુપાલન વ્યવસાય આપણે વર્ષોથી કરીએ છે. ત્યારે પ્રકૃતિના સાનિધ્યમાં રહીને પશુપાલન અને પ્રાકૃતિક ખેતી કરવા પશુપાલકોને આહવાન કર્યા હતા.

આ શિબિરમાં નાયબ પશુપાલન નિયામક જે.આર.દવે, ઘનિષ્ઠ પશુ સુધારણા અધિકારી અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડેડિયાપાડા ડૉ. ધર્મેશભાઈએ પશુપાલકોને પશુ માવજત, રસીકરણ, કૃત્રિમ બીજદાન, આઇ ખેડૂત પોર્ટલ યોજના વિશે વિસ્તૃતમાં સમજણ પુરી પાડવામાં આવી હતી.

શિબિરમાં તાલુકા પંચાયત સભ્ય, આમલ્દા સરપંચ શ્રીમતી કાન્તાબેન તડવી, ગરૂડેશ્વરના પદાધિકારીઓ તથા બહોળી સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here