નર્મદા જીલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કલીમકવાણા ગામમાં વર્ષો જૂના વૃક્ષો કપાતા ગ્રામ જનોમાં રોષ

ગરૂડેશ્વર, (નર્મદા) આશિક પઠાણ :-

કલીમકવાણા ગ્રામ પંચાયતે લોકોપયોગી વૃક્ષો કોની પરવાનગી થી કાપ્યા???? આ મામલે તપાસ થશે ખરી???

નર્મદા જીલ્લા ના ગરુડેશ્વર તાલુકાના કલીમકવાણા ગામમાં વર્ષો જૂના વૃક્ષો કપાતા ગ્રામજનો માં ભારે નારાજગી ફેલાયેલ 5હોવાનુ જોવા મળ્યુ હતું.

પ્રર્યાવરણ આજે સમગ્ર વિશ્વમાં એક સમસ્યા બનેલ છે, પર્યાવરણ ની જાળવણી માટે વૃક્ષો નું અતિ મહત્વ હોવાનુ સરકાર દ્વારા ઢોલ નગારા વગાડી ને જાહેરાતો કરવામાં આવે છે
સરકાર દ્વારા એક તરફ હરિયાળા ગામો બનાવવા માટે અનેક કાર્યક્રમો કરી વૃક્ષા રોપણ કરાવવા મા આવે છે, ફોરેસ્ટ વિભાગ ગામે ગામ પર્યાવરણ રથ કાઢી લોકોને વૃક્ષો નું વિતરણ કરી પર્યાવરણ અંગે જાગૃત કરી રહ્યાં છે,
સામાજીક સંસ્થાઓ પણ પર્યાવરણ ની જાળવણી માટે સક્રિય બની છે ત્યારે મહામહેનતે ઉગાડેલા વૃક્ષો જૉ કપાય તો લોકો માં રોષ ફાટે એ સ્વાભાવિક છે.

ગરુડેશ્વર તાલુકાના કલીમકવાણા ગ્રામ પંચાયત દ્વારા લોકોને વિશ્વાસમાં લીધા વિના પોતાની સરમુખત્યારશાહી થી તોતિંગ લીમડા ના વૃક્ષો કાપ્યા, કોની પરવાનગી લેવામાં આવી ?? વૃક્ષ કાપવાના આદેશ કોણે આપ્યા ??? ના પ્રશ્નો ગ્રામજનો માં ચર્ચાસ્પદ બનેલા છે, ગ્રામ જનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે,

ગ્રામજનોનું કહેવું છે કે, અમારા ગામમાં વર્ષો જૂના લીમડાના વૃક્ષો કાપી નાખવામાં આવ્યા છે, આ વૃક્ષો મહાદેવના મંદિર પરિષર માં હતા, ત્યાંજ બાજુમાં પ્રાથમિક શાળા પણ આવેલી છે, જેથી અમારી રજૂઆત હતી કે આ વૃક્ષો કાપવામાં ન આવે પરંતુ ગ્રામ પંચાયતે ગ્રામ જનોને વિશ્વાસમાં લીધા વિના જ પોતાના સ્વાર્થ માટે વૃક્ષો કાપી નાખવામાં આવ્યા છે. વધુમાં જણાવ્યું કે, આ વૃક્ષો નીચે ઉનાળા દરમિયાન શાળાના બાળકો બેસતા અને રમતા હોય છે, સાથે જ મંદિરમાં દર્શને આવતા લોકો અને ગામના લોકો પણ આ વૃક્ષોના છાંયડે બેસતા હતા, આ વૃક્ષો કપાતા પક્ષીઓનું જે રહેઠાણ હતું એ પણ છીનવાઈ ગયુ છે, જેથી વૃક્ષો કાપવા બાબતે સમગ્ર મામલા માં તપાસ થાય અને વન વિભાગ તેમજ જીલ્લા વિકાસ અધિકારી પંચાયત સામે યોગ્ય પગલા ભરે એવી માંગ ઉઠી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here