નર્મદા જીલ્લાના ગરુડેશ્વર ખાતે એપીએમસીમા ICDS વિભાગના કાર્યકરો બહેનો સાથે સમાજ સુરક્ષા વિભાગે જાગ્રુતિ કાર્યક્રમ યોજાયો

ગરુડેશ્વર, (નર્મદા) આશિક પઠાણ :-

કાર્યકરો બહેનોને બાળકોને લગતી વિવિધ યોજનાઓ અને કાયદાઓ અંગે વિસ્તૃતમાં માહિતી અપાઈ

નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકા ની એપીએમસી ખાતે ICDS વિભાગ નર્મદા દ્વારા ગરૂડેશ્વર તાલુકાની આંગણવાડી કાર્યકરો બહેનોને બાળકોની કાળજી અને રક્ષણની જરૂરિયાત ધરાવતા અને કાયદાના સંપર્કમાં તેમજ સંઘર્ષમાં આવેલ બાળકોની કાયદા અને યોજનાઓ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા જાતીય શોષણ સામે બાળકોનું રક્ષણ કાયદો-૨૦૧૨, જુવેનાઇલ જસ્ટીસ એક્ટ -૨૦૧૫ તેમજ બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬ અંગે કાર્યકરોને જાણકારી આપવામાં આવી હતી અને આવા કિસ્સાન સંજોગોમાં બાળકોને કઈ રીતે રક્ષણ આપી શકાય તે અંગે વિસ્તૃતમાં સમજ પૂરી પાડવા આવી હતી.

જિલ્લા સમાજ સુરક્ષા અને બાળ સુરક્ષા કચેરીની બાળકોને લગતી વિવિધ યોજનાઓ માહિતી આપવામાં આવી હતી જેમાં ગ્રામ્ય તેમજ તાલુકા કક્ષાએ બાળ અધિકારોનુ હનન ન થાય તે સુનિશ્ચિત કરવા અંગે બાળ સુરક્ષા સમિતીનો રોલ અને જવાબદારીઓ અંગે વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી, ગ્રામ્ય બાળ સુરક્ષા સમિતિની બેઠક ગ્રામ્ય કક્ષાએ નિયમિત કરવામાં આવે અને બાળકોને યોજનાકીય લાભ વધુને વધુ મેળવે તેમજ ગ્રામ્ય અને તાલુકા કક્ષાએ બાળકને લગતી યોજનાઓનો અને કાયદાઓનો અમલીકરણ વધુ સારી રીતે થાય તે વધુ સારી રીતે થાય તેવા સુચારુ સલાહ સૂચનો આપ્યા હતા.

કાર્યક્રમમાં જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ચેતનભાઇ પરમાર, આઈ.સી.ડી.એસ. વિભાગના તાલુકા બાળ વિકાસ અધિકારી શ્રીમતિ અસ્મિતાબેન ચૌધરી, તેમજ આઉટ રીચ વર્કર મહેન્દ્રભાઇ વસાવા, મુખ્ય સેવિકા શ્રીમતી કૌશલ્યાબેન તડવી સહિત ૧૩૨ જેટલી આંગણવાડી કાર્યકરો બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here