નર્મદા જીલ્લાની ગરુડેશ્વર પોલિસે ચાર આરોપીઓને વિદેશી દારૂ સહિતના રૂપિયા 60760 નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડયા

ગરુડેશ્વર,(નર્મદા) આશિક પઠાણ :-

ચાપટ ગામે ઘર મા દારૂ નો વેપલો કરતા તેમજ ગણોડ ત્રણ રસ્તા અને વઘરાલી ગમ પાસેથી મોટસાયકલ પર દારૂની હેરાફેરી કરતા આરોપીઓ ઝડપાતા બૂટલેગરો મા ફફડાટ

નર્મદા જીલ્લા માં સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણીઓ તા 19 મી ના રોજ યોજાનાર હોય વિદેશી દારૂ નો જથ્થો મતદારો ને લોભાવવા માટે ઉપયોગ મા ન લેવાય એ માટે ની સુચના અને વડોદરા રેન્જ આઇજી એમ. એ. ભરાડા સહિત નર્મદા જીલ્લા પોલીસ વડા હિંમકરસિંહ એ આપેલ હોય કેવડિયા નાં નાયબ પોલીસ વડા વાણી દુધાત નાં માર્ગદર્શન મુજબ ગરુડેશ્વર પોલીસ મથક ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ. આઇ. શૈંખે પોતાનાં સ્ટાફ ના જવાનો સહિત બાતમીદારો ને કામે લગાડી ગરુડેશ્વર પોલીસ મથક ના વિસ્તાર માંથી ચાર આરોપીઓ ને વિદેશી દારૂ સહિત દેશી દારૂ ના જથ્થા તેમજ મોટર સાઇકલ સાથે ઝડપી પાડયા હતા. અને રૂપિયા 60760 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

ગરુડેશ્વર તાલુકા નાં ચાપટ ગામ ખાતે રહેતો સુરેશ કાગડાભાઈ વસાવા પોતાના ઘર વિદેશી દારૂનો વેપલો કરતો હોય ને પોલીસ ને બાતમી મળતાં તેના ઘરે રેડ કરી હતી જેમા 188 નંગ પરપ્રાંતીય વિદેશી દારૂના કવોટ્રરયા મળી આવ્યા હતાં. બીજી એક રેડ માંકડઆંબા ગામ તરફ થી દેશી દારૂ ની હેરાફેરી કરવામાં આવી રહી હોવાની બાતમી મળતાં ગરુડેશ્વર પોલિસે ગળોડ ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી હતી જે દરમ્યાન હોન્ડા સ્પ્લેન્ડર મોટર સાઇકલ નંબર G J 34 4772 ઉપર કોથળામાં ભરીને દેશી દારૂ 62 લીટર લાવતા આરોપીઓ 1) સરદાન ઓકરભાઈ ડુંગરા ભીલ તેમજ 2) કલ્પેશ દુધિયા ભાઇ ડુંગર ભીલ બંને રેહ. કુકરદા , તા. નસવાડી જી. છોટાઉદપુર ને ઝડપી પડ્યા હતા.

આ ઉપરાંત વઘરાલી ગામ પાસે નાકાબંધી કરતા આંબા ગામ તરફથી મહેન્દ્ર ગુંજન તડવી રેહ. વનજી તા. ગરુડેશ્વર G J 06 DN 9301 ઉપર વિદેશી દારૂના 36 લિટર નાં જથ્થો લાવતા ઝડપી પાડયો હતો. ઝડપાયેલ ચારેય આરોપીઓ પાસેથી રૂપિયા 60760 નો મુદ્દામાલ પોલીસે જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here