ગુજરાત ભાજપાના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને સાંસદ મનસુખ વસાવાએ અભિનંદન પાઠવ્યા…

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

સુરત ખાતેના કાર્યાલય ખાતે નર્મદા જિલ્લાના ભાજપા આગેવાનો પહોંચ્યા

ભારતિય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને શુભેચ્છાઓ પાઠવવાનો સીલસીલો ચાલું જ રહયો છે. નર્મદા જિલ્લાના ભાજપાના આગેવાનો એ સાંસદ મનસુખભાઈ વસાવા સાથે પહોંચી આજરોજ સુરત મુકામે પહોંચી પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ને શુભેચ્છાઓ પાઠવી હતી.

આજરોજ સુરત શહેર ખાતે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના નવનિયુક્ત અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબને નર્મદા જિલ્લા ભા.જ.પા. ના પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ દેસાઈ, ભરૂચ જિલ્લાના ભા.જ. પા. ના ઉપપ્રમુખશ્રી રાયસીંગભાઈ વસાવા તથા નેત્રંગ તાલુકાના ભા. જ. પા. પ્રમુખશ્રી માનસિંગભાઈ વસાવા સાથે તેમના કાર્યાલયે જઈને સાંસદ મનસુખભાઈ વસાવાએ શુભેચ્છાઓ પાઠવી હતી. પક્ષના સંગઠન ને તેમના નેતૃત્વ હેઠળ વધુ સફળતા પ્રાપ્ત થાય એવો આશાવાદ સાંસદે વ્યકત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here