નર્મદા જિલ્લાની બંન્ને વિધાનસભા મતદાર વિભાગમાં કુલ-૧૪ મતદાન મથકો “સખી મતદાન મથક” તરીકે કાર્યરત કરાશે

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

જિલ્લામાં વધુમાં વધુ મહિલા મતદારો લોકશાહીના મહાપર્વમાં સહભાગી થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાના માર્ગર્શન હેઠળ ચૂંટણી તંત્ર દ્વારા કરાયેલા સવિશેષ પ્રયત્નો

બન્ને મતદાર વિભાગમાં કાર્યરત સખી મતદાન કેન્દ્રમાં તમામ કામગીરી મહિલા અધિકારીકર્મચારી ઓ ધ્વારા કરાશે

ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૨ અંતર્ગત નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ તા.૧ લી ડિસેમ્બર,૨૦૨૨ ના રોજ મુક્ત ન્યાયી, નિષ્પક્ષ તેમજ શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પ્રક્રિયા સંપન્ન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. નર્મદા જિલ્લામાં મહિલાઓ મતદાન કરવા માટે પ્રેરાય અને મહિલાને પ્રોત્સાહન મળી રહે તે હેતુસર જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની રાહબરીમાં નર્મદા જિલ્લામાં સમાવિષ્ટ ૧૪૮-નાંદોદ અને ૧૪૯-દેડીયાપાડા વિધાનસભામાં પ્રત્યેક મતદાર વિભાગમાં ૭-૭ મળીને કુલ ૧૪ સખી મતદાન મથકો કાર્યરત થશે.

નર્મદા જિલ્લાના ૧૪૮- નાંદોદ (અ.જ.જા) મતદાર વિભાગના મતદાન મથકોમાં ખાસ સખી મતદાન મથક તરીકે ૩૫ – નળીયા, ૫૪- ગોલાતલાવડી, ૧૪૧-રાજપીપલા-૧, ૧૪૩-રાજપીપલા-૨, ૧૪૪-રાજપીપલા-૩, ૨૬૮-વાંસલા અને ૨૬૯-નાની રાવલનો સમાવેશ થાય છે. આ તમામ મતદાન મથકો સખી મતદાન મથક સખી મતદાન મથક તરીકે કાર્યરત કરાશે.

નર્મદા જિલ્લાના ૧૪૯-દેડીયાપાડા (અ.જ.જા) મતદાર વિભાગના મતદાન મથકોમાં ખાસ સખી મતદાન મથક તરીકે ૮૩-નવાગામ (દેડી)-૧, ૮૬-રાખસકુંડી, ૯૪-જામ્બાર, ૯૮-ઘનખેતર, ૯૯-નિવાલ્દા-૧, ૨૧૮-સાગબારા-૧, ૨૧૯ સાગબારા-૨ આ તમામ મતદાન મથકો સખી મતદાન મથક સખી મતદાન મથક તરીકે કાર્યરત કરાશે

વધુમાં, આ મતદાન મથકોમાં ચૂંટણીને લગતી તમામ કામગીરી મહિલા અધિકારીઓ કર્મચારી ઓ દ્વારા કરવામા આવશે. લોકશાહીના આ અવસરમાં નર્મદા જિલ્લાનાં વધુમાં વધુ મહિલા મતદાતાઓ મતદાનમાં જોડાય તેમજ પોતાનાં મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીનાં મહાપર્વમાં સહભાગી થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ તંત્ર દ્વારા સવિશેષ કામગીરી કરવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here