નર્મદા જીલ્લામા આદિવાસીઓના હિતાર્થે તેમના સામાજિક ન્યાય અધિકારોની લડત લડતા સામાજિક કાર્યકર લખન મુસાફરને તડીપાર કરવાનાં હુક્મ

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

રાજપીપળા પ્રાંત અધિકારીએ આદેશ જારી કરતા કેવડીયા પોલીસે અટકાયત કરી

કેવડીયા પોલીસ મથકમાં અટકાયતનો વિરોધ કરવા સ્થાનિક આદિવાસીઓના ટોળા ઉમટયા

નર્મદા જિલ્લામા આદિવાસી વિસ્તારોમાં આદિવાસી સમાજના હક્કો માટે જાગૃતિ લાવવા માટેની ચળવળ ચલાવતા સામાજિક કાર્યકર લખન મુસાફરને આજરોજ નર્મદા જિલ્લામાથી તડીપાર કરવાનાં હુક્મ જારી થતાં કેવડીયા પોલીસે અટકાયત કરી હતી.

નર્મદા ડેમના અસરગ્રસ્ત આદિવાસીઓના પશ્રો તેમના હક્કો માટે કેવડીયા કોલોનીના વિસ્તારમાં આદિવાસીઓ સાથે રહીને સરકાર સામે આંદોલન ચલાવતા તેમજ માનવ અધિકાર માટે લોકોના પડખે રહીને કેવડીયા કોલોનીના વિસ્તારને જ પોતાની કર્મભૂમિ બનાવનાર લખન મુસાફીરને નર્મદા જિલ્લા પ્રશાસન દ્વારા નર્મદા, છોટાઉદેપુર, ભરુચ વડોદરા સહિતના જીલ્લાઓ માથી તડીપાર કરવાનાં હુક્મ જારી થતાં કેવડીયા પોલીસે તેમને અટકાવવા કરતા કેવડીયા કોલોનીના વિસ્તારમાં વસવાટ કરતા આદિવાસી ઑમા ભારે રોષ અને નારાજગી ફેલાયેલી જોવા મળી હતી.
લખન મુસાફીરને તડીપાર કરવાનાં હુક્મ જારી થયાંનુ જાણી આદિવાસી મહિલાઓ સહિતના આદિવાસી આગેવાનો કેવડીયા કોલોની પોલીસ મથકમાં દોડી આવ્યા હતા, અને સરકારના આદિવાસીઓના હક્કો માટે લડત ચલાવી રહેલાં તેમના આગેવાન સામાજિક કાર્યકરને તડીપાર કરાતા સરકારના આ પગલાંની નિંદ્રા કરી હતી.
આ મામલે તડીપાર કરવાનાં હુક્મ જારી કરનાર રાજપીપળાના પ્રાંત અધિકારી ભગત સાહેબને પુછતા તેઓએ પોલીસ વિભાગ તરફથી પ્રોસેસ કરીને, નિવેદનો લઇને પોતાની પાસે લખન મુસાફીરને નર્મદા જિલ્લા સહિત કુલ પાંચ જીલ્લા માંથી તડીપાર કરાયેલ હોવાનું જણાવ્યું હતું.

આદિવાસીઓના હક્કો માટેની અવાજ દબાવી દેવાનો હીન પ્રયાસ :- પ્રમુખ ઇનડિજીનસ આર્મી પ્રફુલ વસાવા

આદિવાસીઓના હિતાર્થે તેમના સામાજિક ન્યાય અધિકાર માટે ચળવળ ચલાવતા લખન મુસાફીરને તડીપાર કરાતા આદિવાસી સમાજમા રોષ ફેલાયેલો જોવા મળી રહ્યો છે ત્યારે આ મામલે ઇનડિજીનસ આર્મીના સંસ્થાપક પ્રોફેસર પ્રફુલ વસાવાએ જણાવ્યું હતું કે સરકારનો આ કૃત્ય આદિવાસી વિસ્તારોમાં આદિવાસીમા જાગૃતિ લાવવાનો પ્રયાસ કરનારાઓને દબાવી દેવા માટેનો છે. આદિવાસી સમાજ ઉપર થતા જુલમ તેમની સમસ્યાઓ માટે કોઈ જ અવાજ ના ઉઠાવે એવી ડર ઉભી કરવા માટેનો હોવાનું જણાવી આદિવાસી વિસ્તારોમાં ઉદ્યોગપતિઓના ઇસારે આદિવાસીઓની જમીનો પડાવવા સરકાર પોતાની તાનાશાહી નો રવૈયો અપનાવાતી હોવાનો આરોપ સરકાર ઉપર લગાવી .આદિવાસીઓ માટે મુવમેન્ટ જાગૃતિ લાવનારાઓ ને દબાવી દેવાના ભાગરુપે લખન મુસાફીરને તડીપાર કરવાનાં હુક્મ જારી કરવામાં આવેલ હોવાનું પ્રફુલ વસાવાએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here