નર્મદા જીલ્લામાં મતદાનના દિવસે અને મતદાનનાં એક દિવસ પૂર્વે રાજકીય પક્ષ કે ઉમેદવાર દ્વારા જાહેરાત પ્રકાશિત કરતાં પહેલા મિડિયા મોનીટરીંગ કમીટીનું પ્રમાણપત્ર જરૂરી

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

નર્મદા જિલ્લામાં તા.૧ લી ડિસેમ્બર,૨૦૨૨ નાં રોજ યોજાનારી ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં જિલ્લામાં સમાવિષ્ટ ૧૪૮-નાંદોદ (અ.જ.જા) અને ૧૪૯-દેડીયાપાડા (અ.જ.જા) વિધાનસભા મત વિસ્તારની ચૂંટણી યોજાનાર છે. ચૂંટણી પંચની સૂચના અને માર્ગદર્શિકા મુજબ મતદાનનાં દિવસે તા.૧/૧૨/૨૦૨૨ ના રોજ તેમજ મતદાનના એક દિવસ અગાઉ તા.૩૦/૧૧/૨૦૨૨ ના રોજ કોઇપણ રાજકીય પક્ષ કે ઉમેદવાર દ્વારા પ્રિન્ટ મિડીયામાં જાહેરાત આપતાં પહેલા જિલ્લાની મિડીયા સર્ટીફિકેશન એન્ડ મોનીટરીંગ કમીટી (MCMC) સમક્ષ તેને પ્રમાણિત કરાવીને MCMC કમીટીનું પ્રમાણપત્ર મેળવવું જરૂરી છે અને આવું પ્રમાણપત્ર મેળવ્યા બાદ જ જે તે જાહેરાત પ્રસિધ્ધિ માટે આપવાની રહેશે. જિલ્લાના મુખ્ય મથકે રાજપીપલા કલેક્ટર કચેરીના ભોંયતળીયેના ભાગે કાર્યરત જિલ્લા માહિતી કચેરી ખાતે MCMC ના સભ્ય સચિવ અને નાયબ માહિતી નિયામક રાજપીપલા-નર્મદાને નિયત નમૂનાની અરજીમાં જાહેરાતની વિગતોની પ્રમાણીત કરેલ સી.ડી.(સોફ્ટ કોપી-હાર્ડ કોપી) બે નકલમાં જરૂરી સાધનિક દસ્તાવેજો સાથે રજુ કરવાની રહેશે. અને MCMC કમીટી દ્વારા જાહેરાત એપ્રુવ થયા બાદ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી દ્વારા જાહેરાત પ્રસિધ્ધ કરવા માટે મંજુરી આપવામાં આવશે. MCMC કમીટીનું પ્રમાણપત્ર મેળવ્યા વિનાં ઉક્ત બંન્ને દિવસોમાં ચૂંટણીલક્ષી ભી રાજકીય જાહેરાત પ્રસિધ્ધ કરી શકાશે નહિં, જેની ખાસ નોંધ લેવા અને ચૂંટણીપંચની ઉપરોક્ત સૂચનાનું ચૂસ્તપણે પાલન કરવા જિલ્લા ચૂંટણીતંત્ર નર્મદા એ ખાસ માગૅદશૅન અને સુચના આપી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here