બોડેલી એસટી ડેપો પાસેની શ્રદ્ધા હોટલ સામે ગેસ ડિલિવરીના મીની ટેમ્પામાંથી કોઈ અજાણ્યા ઈસમ રૂપિયા 45000 રોકડાની બેગ ઉઠાવી ફરાર

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

બોડેલીના ભરચક એવા અલીપુરા એસટી ડેપો પાસેની શ્રદ્ધા હોટલ સામે ગેસના ડિલિવરીના મીની ટેમ્પામાંથી કોઈ અજાણ્યા ઈસમ રૂપિયા 45000 રોકડાની બેગ ઉઠાવી ફરાર થઈ ગયો હતો. બનાવ સંદર્ભે બોડેલી પોલીસ મથકે ફરિયાદ થવા પામી છે.  પ્રાપ્ત માહિતી મુજબ બોડેલીના અલીપુરા એસટી ડેપો પાસે આવેલી શ્રદ્ધા હોટલની આગળ વૈશાલી ગેસ એજન્સીનો ગેસ બોટલની ડિલિવરીના મીની ટેમ્પામાં ગેસ બોટલ ડિલિવરી કરવા આવેલ સુનિલભાઈ રાઠવા પોતાના ટેમ્પામાંથી ઉતરી શ્રદ્ધા હોટલમાં ગયો હતો તે સમયે કોઈ ગઠિયો રોકડા રૂપિયા 45000 ભરેલી બેગને ટેમ્પામાંથી ચોરી કરીને પલાયન થઈ ગયો હતો જ્યારે સુનિલ ટેમ્પામાં આવતા જ રૂપિયા ભરેલું પાકીટ ના દેખાતા પોતાના મેનેજરને જાણ કરી હતી સમગ્ર ઘટના મામલે બોડેલી પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી નજીકની શોપ તેમજ બહાર લાગેલ સીસીટીવી ફૂટે તપાસ કરતા કોઈ અજાણ્યો ઈસમ ટેમ્પાના ડ્રાઇવર તરફનો દરવાજો ખોલી રૂપિયા 45000 ભરેલું બેક ટેમ્પામાંથી લઈને જતો જોવા મળી રહ્યો હતો. જોકે ચોકાવનારી બાબત એ છે કે તાજેતરમાં જ બોડેલીના મહેન્દ્રા કોટક બેંકમાંથી રૂપિયા ત્રણ લાખ ઉપાડી એકટીવાની ડીકીમાં મૂકી છાશ લેવા જતા જ કોઈ ગઠિયો રોકડ રકમ ઉપાડી છું મંતર થઈ ગયો હતો ત્યારે આજરોજ દિવસ દરમિયાન રૂપિયા 45000 ભરેલી બેગને ટેમ્પામાંથી રોકડા લઈને ગઠિયો ફરાર થઈ ગયો હતો બનાવ અંગે બોડેલી પોલીસ મથકે ફરિયાદ થવા પામી હતી જે અંગે પોલીસે ગઠીયાને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરવા સાથે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here