નર્મદા જીલ્લાના બજરંગદળના કાર્યકર સામે અમદાવાદ પાંજરાપોળની ગાયો રોકવા માટે પોલિસે કાર્યવાહી હાથ ધરી

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

અમદાવાદ થી વ્યારા ખાતે ગરીબ લોકો ને વિતરણ કરવા જતી ગાયો ભરેલ પાંચ વાહનો રાજપીપળા પાસે રોક્યા

વાહનો સાથે પોલીસ બંદોબસ્ત- વાહન પરમીટ છતાં ગેરકાયદેસર રીતે રાજપીપળા રંગ અવધૂત મંદિર પાસે કલાકો સુધી ગાયો ને વાહનો માં ગોંધી રખાઈ

અમદાવાદ ની પાંજરાપોળ માંથી ગાયો ભરી વ્યારા ખાતેની પાંજરાપોળ ખાતે લઈ જવાતા ગાયો ભરેલા પાંચ વાહનોને રાજપીપળા ના રંગ અવધૂત મંદિર પાસે વીએસપી બજરંગ દળના કાર્યકરો દ્વારા ગેરકાયદેસર રીતે રોકતા રાજપીપળા પોલીસે એક યુવાન સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

નર્મદા જિલ્લામાંથી ગેરકાયદેસર રીતે પશુઓની હેરાફેરી કરી કતલખાને પહોંચાડવાનું બહુ મોટું ષડયંત્ર ચાલતું હોય છે, ત્યારે વાહનોમાં થતી પશુઓની હેરાફેરી ના મામલા પોલીસ દ્વારા પણ ઉજાગર કરવામાં આવે છે અને વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ ના કાર્યકરો સહિત અબોલ પશુ પ્રાણીઓ પ્રત્યે દયાભાવ રાખતા લોકો પણ ગેરકાયદેસર પશુઓની હેરાફેરી કરતા વાહનોને અટકાવતા હોય છે ત્યારે રાજપીપળા પાસેથી પસાર થતી પાંચ ગાડીઓ વાહનોને નર્મદા જિલ્લાના વીએસપી બજરંગ દળ ના કાર્યકરો દ્વારા રંગ અવધૂત ના મંદિર પાસે અટકાવતા મામલો બિચક્યો હતો અને આ મામલામાં રાજપીપળા પોલીસે આ વાહનો કાયદેસર રીતે પસાર થતા હોય ને બજરંગ દળ વીએચપી ના એક કાર્યકર પ્રેમ અકિલેશ વસાવા સામે ફરિયાદ દાખલ કરી હોવાનુ જાણવા મળ્યું છે.

પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ફરિયાદી ઉમેશભાઇ કૃષ્ણભાઈ વળવી રહે.કરોડ પટેલ ફળિયુ તા.ઉચ્છલ જી-તાપી તેની સાથે સાહેદો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પાંજરાપોળમાંથી પાંચ વાહનો માં ગાયો ભરી જરૂરિયાતમંદ વિધવા બહેનોના આર્થિક ઉત્થાન માટે પશુપાલનના શુધ્ધઉછેર માટે ગુરૂકૃપા સ્વામિનારાયણ ટ્રસ્ટ સંચાલિત ગૌશાળા વ્યારા ખાતે લઇ જવા માટે વાહન પરમીટ તેમજ ગાયોના પરિવહન માટે પશુ-ડોક્ટરનુ ફીટનેશ પ્રમાણપત્ર સાથે કાયદેસર રીતે લઇ જઇ રહેલ હતા તે સમયે આરોપી પ્રેમકુમાર અકલેશભાઈ વસાવા રહે.સેલંબા તા-સાગબારા, ને કોઈ પણ જાતથી સત્તા વગર પાચેય ગાડીઓને ગેર-કાયદેસર રીતે રોકી અવરોધ કરી ગુનો
કર્યો હતો અને વાહનો ને પાસ પરમીટ હોવા છતાં રાજપીપળા ના રંગ અવધૂત મંદિર પાસે કલાકો સુધી ઉભા રખવ્યા હતા,આ મામલે રાજપીપળા પોલીસ મથક મા જાણ થતાં ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર ચૌધરી ની ચૂચના ને માર્ગદર્શન મુજબ પોલીસે ગેર કાયદેસર વાહનો રોકનાર ઈસમ સામે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.આ ગુના મા રાજપીપલા પોલીસે પ્રેમ વસાવા વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. અને પાસ પરમીટ વાળા ગાયો ભરેલા વાહનો વ્યારા ખાતે રવાના કરાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here