છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમા બે સગા ભાઇઓને અકસ્માતમા મોત ભેટી ગયુ

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

નસવાડી ખાતે બે સગા ભાઈઓના મોત નિપજતા ગામનું વાતાવરણ ગમગીન બન્યુ છે જેમા ઉગતા ઉછરતા બે છોકરાઓને પરિવારે ગુમાવ્યા છે જેમા શક્તિસિંહ સતનામસિંહ પરદેશી ઉ.વ.૧૯ અને નાનો છોકરો સહદેવસિંહ સતનામસિંહ પરદેશી ઉ.વ.૧૭ આ બન્ને છોકરાઓએ પોતાના જીવ ગુમાવ્યા છે જેમા આ બન્ને ભાઇઓ અલગ અલગ જગ્યાએ નોકરી કરતા હતા નોકરી નો સમય પુરો થતા રાતના સમયે બન્ને ભાઇઓ અલગ અલગ બાઇક લઇને કોઈ કામ અર્થે નીકળ્યા હતાં તે સમયે અચાનક જ બન્ને ભાઇઓ ની મોટર સાઇકલ સામ સામે અથડાયા હતા તેમને સારવાર અર્થે નસવાડી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ૧૦૮ એમ્બ્યુલન્સ મા લઈ જવાયા હતા પરંતું તબિયત વઘુ નાજુક અને ગંભીર હોવાને કારણે બોડેલી ખાતે ખસેડાયા હતા અને બોડેલી થી વડોદરા એસ.એસ.જી દવાખાને લઈ જવાયા હતા પરંતું ટુંકી સારવાર દરમિયાન બન્ને ભાઇઓ ના મોત નીપજ્યા હતા તે જેઈ પરિવાર પર જાણે આભ તુટી પાડ્યો હતો ઘરમાં બે જ સંતાનો હતા જેને કારને માહોલ શોક મય બની ગયો હતો એક સાથે બન્ને સગા ભાઇઓ ની મોત ની ખબર સાંભળી નસવાડી નગર મા શોક છવાઈ ગયો હતો આ સાથે નસવાડી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here