છોટાઉદેપુર જિલ્લા ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા પરષોત્તમ રૂપાલાની ટીકીટ રદ થાય તેવા વિરોધ સાથે આવેદન આપ્યું

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લા ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા પરષોત્તમ રૂપાલાની ટીકીટ રદ થાય તેવા વિરોધ સાથે મોટી સંખ્યામાં રૂપાલા વિરુદ્ધ આવેદન આપ્યું હતું. પરસોતમ રૂપાલા નો વિરોધ ગુજરાતના છોટાઉદેપુર બોડેલી ઠેઠ છેવાડા સુધી વીરોધ સમાજના આગેવાનોએ છોટાઉદેપુર જિલ્લા ભાજપા પ્રમુખ અને મહામંત્રીને આવેદન આપી રજુઆત કરી છે જેમાં રાજકોટ લોકસભા સીટ પરથી ભાજપા દ્વારા રૂપાલાની ટીકીટ રદ કરો રુપાલાને ભાજપ માંથી પણ હટાવવાની રાજપૂત સમાજ દ્વારા માંગ ઉઠવા પામી છે જો ઉમેદવાર નહિ બદલાય તો ભાજપને મત નહિ મળે ગુજરાત સહિત દેશભરમાં રાજપૂત સમાજ ભાજપને વોટ નહિ આપીએ છોટાઉદેપુર જિલ્લા રાજપૂત સમાજની મહિલાઓ પણ લડી લેવાની તૈયારીમાં છે લોકસભા ચૂંટણી સમયે રૂપાલાના ક્ષત્રિય રાજપૂત સમાજ વિશે નિવેદન બાદ છોટાઉદેપુર જિલ્લાના રાજપૂત સમાજમા ભારે રોષ પ્રસર્યો છે ત્યારે સમગ્ર રાજ્યમાં રાજપૂત સમાજ દ્વારા રૂપાલા સામે પ્રદશૅન કરવામાં આવી રહ્યું છે આજરોજ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા રૂપાલા સામે કાર્યવાહી કરવા અને ટીકીટ રદ કરવા માટે માંગણી કરવામાં આવી હતી બોડેલી ખાતે મોટી સંખ્યામાં રાજપૂત ક્ષત્રિય સમાજ,મહાકાલ સેના, રાજપૂત કરણી સેના, બોડેલી રાજપૂત સમાજ ઉત્કર્ષ મંડળ સહિતના રાજપૂત સંગઠનના સભ્યો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો રાજપૂત સમાજે વિરોધ કરી ભાજપના પ્રમુખ અને મહામંત્રીને આવેદનપત્ર આપ્યું હતુ રૂપાલાનો હુરીયો બોલાવી છોટાઉદેપુર જિલ્લા રાજપૂત સમાજની એક જ ઉગ્ર માંગ છે કે પરષોત્તમ રૂપાલાની ટીકીટ રદ કરવામાં આવે અને તેની જગ્યાએ અન્ય ઉમેદવારને ટિકીટ આપવામાં આવે જો રૂપાલાની ટીકીટ રદ કરો રૂપાલા સમગ્ર ગુજરાતમાં વર્ગ વિગ્રહ ફેલાવી રહ્યા છે ત્યારે છોટાઉદેપુર લોકસભા બેઠક પર રાજપૂત ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો છે રૂપાલાને ભાજપમાંથી બરતરફ કરવામાં આવે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે ગુજરાત સહિત દેશના વિવિધ રાજપૂત સમાજના રાજ્યોમાં પરષોત્તમ રૂપાલા વિવાદ વકરી રહ્યો છે જે આગામી સમયમાં મોટું રૂપ ધારણ કરી રહ્યું છે(ફોટો વિગત): છોટાઉદેપુર જિલ્લા રાજપૂત સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ છોટાઉદેપુર જિલ્લા ભાજપા પ્રમુખ અને મહામંત્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here