ગોધરા ખાતે દિવ્યાંગ મતદારો માટે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

ગોધરા, (પંચમહાલ) ઇશહાક રાંટા :-

ગાંધી સ્પેશ્યલ બહેરા મુંગા શાળા,ગોધરા ખાતે રંગોળી તથા ચિત્રકામ સ્પર્ધાનું આયોજન કરીને વિદ્યાર્થીઓએ મતદાનનો સંદેશો આપ્યો

ભારતના ચૂંટણીપંચની સુચના મુજબ લોકશાહી પર્વમાં દિવ્યાંગ મતદારોને જરૂરી સવલતો મળી રહે તથા મતદાન પ્રક્રિયામાં તેઓની ભાગીદારી વધે તે હેતુથી પંચમહાલ જિલ્લા ચૂંટણી અધિકારી વ કલેકટરશ્રી આશિષ કુમારના માર્ગદર્શન હેઠળ આજરોજ ગાંધી સ્પેશ્યલ બહેરા મુંગા શાળા, ગોધરા ખાતે સ્વીપ એક્ટિવિટી અંતર્ગત દિવ્યાંગ મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.જિલ્લામાં આગામી ચૂંટણીમાં વધુમાં વધુ લોકો મત આપે તેને લઈને અનેક જાગૃતિના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.

પંચમહાલ લોકસભા મતવિસ્તારના તમામ દિવ્યાંગ મતદારો ૫ણ લોકશાહીના તહેવારમાં પોતાનો અમુલ્ય વોટ આપી લોકતંત્રને મજબુત કરે તે થીમ આધારે શાળા ખાતે રંગોળી તથા ચિત્રકામ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં શાળાના અંદાજીત ૫૦ જેટલા દિવ્યાંગ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

આ પ્રસંગે નોડલ અધિકારી તથા નાયબ નિયામક,વિકસતી જાતી તથા જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી,જીલ્લા બાળ સુરક્ષા અધિકારી અને શાળાના પ્રિન્સીપાલ તથા શિક્ષકગણ ઉ૫સ્થિત રહી દિવ્યાંગ વિદ્યાર્થીઓની કળાને પ્રોત્સાહિત કરવામાં આવી હતી. નોડલ અધિકારીશ્રીએ લોકસભા ચૂંટણીમાં તમામ દિવ્યાંગ મતદારોને સો ટકા મતદાન કરવા અપીલ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here