ચલામલી પ્રાથમિક શાળાના ૧૪૨ માં સ્થાપનદીને વિદ્યાર્થી આઝાદ કોલચાને વાંસળીનો આખો સેટ આપતા જિલ્લા નાયબ શિક્ષણાધિકારી

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી  :-

છોટાઉદેપુર જિલ્લા નાયબ માધ્યમિક શિક્ષણાધિકારી ક્રિષ્નાબેન પાંચાણીએ ગત વર્ષે કલા મહોત્સવના કાર્યક્રમમાં બોડેલી નવજીવન હાઈસ્કૂલ ખાતે ગયા હતા.ત્યારે તેમને વિવિધ સંગીતના સાધનો વડે વિદ્યાર્થીઓ પોતાની કલા રજુ કરી રહ્યા હતા.તે દરમિયાન બોડેલી તાલુકાના ચલામલી ગામની પ્રાથમિક શાળામાં ધોરણ ૬ માં અભ્યાસ કરતો વિદ્યાર્થી આઝાદ કોલચાને વાંસળી વગાડી સુર રેલાવતો હતો.જેને સાંભળી સહુ મંત્રમુગ્ધ બન્યા હતા.જેનો વિડિઓ નાયબ શિક્ષણાધિકારી ક્રિષ્નાબેન પાંચાણી ઘ્વારા રાજ્યના શિક્ષણમંત્રી ડો.કુબેરસિંહ ડીંડોર સહીત અનેક શિક્ષણના પદાધિકારીઓને મોકલતા સહુ મંત્રમુગ્ધ બન્યા હતા.નાયબ શિક્ષણાધિકારીએ વાંસળી વગાડવાની ટ્રેનિંગ કોની પાસેથી મેળવી તેમ પૂછતા વિદ્યાર્થી આઝાદે યુટ્યુબ પરથી જોઈ જોઈને શીખ્યો તેમ કહ્યું.વાંસળી અન્ય લોકો પાસેથી લાવીને કલા મહોત્સવમાં ભાગ લીધો છે તેમ જણાવતા જિલ્લા નાયબ શિક્ષણાધિકારીએ તેને વાંસળીનો આખો સેટ આપવાનું વચન આપ્યું હતું.જે ચલામલી પ્રાથમિક શાળાના ૧૪૨ માં સ્થાપનદીને વિદ્યાર્થી આઝાદ કોલચાને વાંસળીનો આખો સેટ આપી પોતાનું વચન પાળ્યું હતું.વિદ્યાર્થી આઝાદ કોલચાએ જિલ્લા નાયબ શિક્ષણાધિકારીના આશીર્વાદ મેળવી આભાર પ્રગટ કર્યો હતો.આમ જિલ્લાના નાયબ માધ્યમિક શિક્ષણાધિકારીએ વિદ્યાર્થીને આપેલ વચનને પાળી બતાવવાના કિસ્સો ટોક ઓફ ઘી ટાઉન બન્યો છે.જિલ્લા નાયબ માધ્યમિક શિક્ષણાધિકારી ક્રિષ્નાબેન પાંચાણીએ વિદ્યાર્થી આઝાદ કોલચા માટે વાંસળીનો સેટ આપી વચન પાડ્યું તેના માટે વિદ્યાર્થી આઝાદ ના પરિવાર અને શાળા પરિવારે પણ આભાર પ્રગટ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here