કંપનીઓમાં ૧૨ કલાકની શિફ્ટ બંધ કરી ૮ કલાકની ત્રણ શિફ્ટ કરવામાં આવે અને રોજગારી વધારવામાં આવે

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

આઠ કલાકની શિફ્ટ થી કામદારોનું શારીરિક ઉર્જા અને સ્વાસ્થ્ય જળવાશે તથા તાલીમી યુવાનોને રોજગારી પણ મળશે: દિનેશ બારીઆ

રાજ્યમાં ઘણા ઔદ્યોગિક એકમો આવેલા છે પરંતુ છતાં કૌશલ્ય તાલીમ પામેલા યુવાનો પણ રોજગારીથી વંચિત રહેતા હોવાના આંકડા છે તેથી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં પણ પુરતી બેઠકો ભરાતી નથી. ધોરણ ૧૦-૧૨ પાસ યુવાનો આઇટીઆઇ કરવા પણ તૈયાર થતાં નથી તથા ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજમાં પણ બેઠકો ખાલી રહે છે તેનું મુખ્ય કારણ તાલીમ અને શિક્ષણ લીધા પછી પણ બેરોજગારીનો સામનો કરવો પડે છે તેથી ઔદ્યોગિક એકમો (કંપનીઓ) માં કેટલાક સુધારા વધારા કરવાની આજે જરુર હોવાની માંગ સાથે પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ ગુજરાત ઉદ્યોગ મંત્રીને લેખીત રજુઆત કરી છે અને જણાવ્યું છે કે, ગુજરાતમાં જે કંપનીઓમાં બાર બાર કલાકની બે શિફ્ટ ચાલે છે તેને બંધ કરવી જોઈએ અને આઠ આઠ કલાકની ત્રણ શિફ્ટ કરવી જોઈએ જેથી શૈક્ષણિક અને કૌશલ્ય પ્રાપ્ત યુવાનોને નવી રોજગારી આપી શકાય તથા બાર બાર કલાકની શિફ્ટ માં જે કામદારો કામ કરે છે તેઓના સ્વાસ્થની ચિંતા પણ કરવી જરૂરી છે. જો જે તે કામદાર આઠ કલાક કામ કરે તો શારીરિક ઉર્જા પણ જળવાઈ તેથી તાત્કાલિક ધોરણે આપના વિભાગ દ્વારા સરકારમાં વાત મુકી ઔધોગિક નીતિમાં સુધારો કરી વહેલી તકે અમલમાં મુકવામાં આવે તેવી રજુઆત ઉદ્યોગમંત્રી અને ગુજરાત સરકારમાં ઈ મેઈલ મારફતે રજુઆત કરી હોવાનું જાણવા મળે છે.દિનેશ બારીયા તરફથી સરકારશ્રીને રજુઆત કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here